ગુજરાત: યુવતીનો વીડિયો એડિટ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવો યુવાનને ભારે પડ્યો
- બનાસકાંઠાના લાખણી પંથકની યુવતીનો વીડિયો એડીટ કરી વાયરલ કર્યો હતો
- ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
- કેટલીકવાર બિભત્સ વીડીયો આવી જતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડે છે
ગુજરાતના પાલનપુરમાં યુવતીનો વીડિયો એડિટ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવો યુવાનને ભારે પડ્યો છે. જેમાં સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને દબોચી તપાસ આદરી છે. ટેક્નિક્લ સર્વેલન્સના આધારે પોલીસ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી હતી. જેમાં બનાસકાંઠાના લાખણી પંથકની યુવતીનો વીડિયો એડીટ કરી વાયરલ કર્યો હતો.
ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકની એક યુવતીએ સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટને એડીટ કરી અને અભદ્ર ભાષામાં યુવતીનુ અપમાન કરી અને બદનામ થાય તેવુ કૃત્ય કરનાર ઈસમ સામે સાયબર સેલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસ ઈન્સપેક્ટર એસ.કે.પરમારે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીઓના વીડિયો એડીટ કરી અને અભદ્ર ભાષામાં તેમાં ઓડીયો સાથે વાયરલ કરી અને યુવતીઓને માનસીક રીતે ત્રાસ આપી અને બદનામ કરવા ઉપરાંત યુવતીઓ માનસિક તનાવમાં આવી જઈ અને સમાજમાં બદનામીના ડરથી અનચ્છનીય પગલુ ભરી બેસે તેવા પ્રકારે વીડિયો એડીટ કરતાં તત્વોને કારણે લોકો હવે સોશીયલ મીડીયાથી દુર રહેવા લાગ્યા છે.
આ પણ વાંચો: પાટણ: રણુજગામ પાસેના તળાવમાં 3 લોકો ડૂબ્યા, એકનું મૃત્યુ થયુ
કેટલીકવાર બિભત્સ વીડીયો આવી જતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડે છે
પરીવારની હાજરીમાં મોબાઈલમાં રીલ્સ જોનારા લોકો કેટલીકવાર બિભત્સ વીડીયો આવી જતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડે છે. તેવા કારણોસર હવે મનોરંજન માટેના પ્લેટફોર્મ પર સોશિયલ મીડીયાથી લોકો દુર રહેવાનો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના લાખણી પંથકની યુવતીનો વીડીયો એડીટ કરી વાયરલ કરનાર ઈસમ સામે ફરિયાદ નોંધાઈ હતી. તે કેસ અંતર્ગત બનાસકાંઠા સાયબર સેલના પીઆઈ એસ.કે.પરમારે ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરીને વીડિયો એડીટ કરનાર યુવકની શોધખોળ દરમિયાન વિક્રમભાઈ લેરાજી ઠાકોર રહે.મીઠા, તા. ભાભરવાળાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.