ગુજરાત: સુરતના માથાભારે સજ્જુ કોઠારીની EDએ મિલક્ત જપ્ત કરતા હવે ITના દરોડા
- સજ્જુ કોઠારીની બેનામી મિલકતોની પોલ ખુલશે
- મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ
- 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ થઇ
ગુજરાતના સુરત શહેરના માથાભારે સજ્જુ કોઠારીની EDએ મિલક્ત જપ્ત કરતા હવે ITના દરોડા પડ્યા છે. જેમાં બેનામી મિલકત અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમાં ED બાદ હવે આવકવેરા વિભાગની તપાસ શરૂ થતા સજ્જુ કોઠારીની બેનામી મિલકતોની પોલ ખુલશે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રેલી-નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ શરૂ કરાયો
31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ થઇ
31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ થઇ છે. તેમજ સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા હતા. તેથી તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલી મિલકત બેનામી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમજ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ થઇ છે. EDએ સજ્જુ કોઠારીની 31 મિલકત જપ્ત કરી હતી. IT વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જેમાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ
ED બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઇ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ITએ 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. માથાભારે સજ્જુ કોઠારીની ED એ 31 મિલકત જપ્ત કરી હતી. માથાભારે સજજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી. પોતાના નાણામાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ છે.