ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સ્થાનિક તંત્રની બેદરકારીના લીધે અકસ્માતમાં મૂંગા પશુઓ મોતને ભેટ્યા

Text To Speech
  • વાહનચાલકોને સામાન્યથી ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે
  • સ્થાનિક તંત્રની લાપરવાહીના લીધે મૂંગા પશુ મોતને ભેટી રહ્યા છે
  • અકસ્માતથી મૃત્યુ પામેલી ગાયોના રોડ પર ઠેર ઠેર મૃતદેહો જોઈ લોકોમાં રોષ ફેલાયો

ગુજરાતમાં સ્થાનિક તંત્રની બેદરકારીના લીધે મૂંગા પશુઓ મોતને ભેટ્યા છે. જેમાં ધંધૂકા-બગોદરા હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટતા અકસ્માતમાં 4 ગાયનો ભોગ લેવાયો છે. ઢોરોને રઝળતાં મૂકી દેવાતાં ગાયોના ટોળેટોળા હાઈવે પર જોવા મળે છે. તેમાં અકસ્માતથી મૃત્યુ પામેલી ગાયોના રોડ પર ઠેર ઠેર મૃતદેહો જોઈ લોકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરમાં બે દિવસમાં હેલ્મેટ વગરના 7,500 લોકો પકડાયા

સ્થાનિક તંત્રની લાપરવાહીના લીધે મૂંગા પશુ મોતને ભેટી રહ્યા છે

સ્થાનિક તંત્રની લાપરવાહીના લીધે મૂંગા પશુ મોતને ભેટી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં હાઇવે રોડ પર કેટલાક સ્થળોએ પૂરતુ વિઝન ન હોવાના લીધે અનેક પશુઓ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. શનિવારે નાના-મોટા વાહનોની અડફેટે આવી જતા 3થી 4 ગાયના મોત નીપજ્યા હતા. જિલ્લાની બોર્ડર સુધીના વિવિધ હાઇવે પર કેટલાક સ્થળોએ રસ્તાની વચ્ચે ગાયોના ટોળાથી વાહન ચલાવવામાં અડચણો ઊભી થાય છે. રસ્તાની વચ્ચે મૃત્યુ પામેલી ગાયો અને ટોળાં જોઇને હાઇવે પરથી પસાર થતાં લોકોએ તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.

વાહનચાલકોને સામાન્યથી ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે

જિલ્લામાં શનિવારે સરખેજથી લઇ ધંધુકા અને બગોદરા પાસેની બોર્ડર સુધી હાઇવે પર રસ્તા અને ઓવરબ્રિજની વચ્ચે ગાયોના ટોળા જોવા મળ્યા હતાં. કેટલીક ગાયોના મૃતદેહ રસ્તાની વચ્ચે જોવા મળ્યા હતાં. સ્થાનિક તંત્રની લાપરવાહીના લીધે મૂંગા પશુ મોતને ભેટી રહ્યા છે તો વાહનચાલકો અજાણતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જિલ્લાના વિવિધ હાઇવે પર રસ્તા અને ઓવરબ્રિજની વચ્ચે ગાયોના ટોળા જોવા મળે છે. જેમાં કેટલીક જગ્યાએ લાઇટો ન હોવાથી રસ્તા પર રહેલી ગાયો વાહન ચાલકોને નજરે ચઢતી નથી. વાહન એકદમ નજીક આવે ત્યારે ગાય ઊભી રહેલી જોવા મળે છે, પરંતુ વાહન સ્પીડમાં હોવાથી કંટ્રોલ કરી શકાતું નથી, તેવા કિસ્સામાં ગાય મોતને ભેટે છે. આવા કિસ્સામાં અનેક વાહનચાલકોને સામાન્યથી ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે.

Back to top button