ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: GST પોર્ટલ અપડેટ ના થતાં વેપારીઓને ભારે હાલાકી

Text To Speech
  • GST પોર્ટલના ધાંધિયા જોવા મળ્યા હતા
  • તા.20 સુધીમાં GSTR-3B રિટર્ન ફઇલ કરવાનું
  • GST મારફતે કરોડોના રૂપિયાની આવક

વેપારીઓએ GSTR-3B રિટર્ન ફાઈલ કરવાના તા. 20 એપ્રિલ, ગુરૂવારના રોજ છેલ્લા દિવસે જ GST પોર્ટલ ઠપ થઇ જવાને કારણે વેપારીઓને રિટર્ન ફાઈલિંગ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સવારથી જ GST પોર્ટલના ધાંધિયા જોવા મળ્યા હતા અને બપોરે 1 વાગ્યાથી GST પોર્ટલ સંપૂર્ણપણે બંધ થઈ જવાને કારણે કરદાતાઓ GSTR-3B રિટર્ન ફાઈલ કરી શક્યા નહોતા. ગુરૂવારે વેપારીઓને GSTR-3B રિટર્ન ફઇલ કરવાના હોય છે.

આ પણ વાંચો: અમદાવાદના વાહનચાલકોને ગરમીમાં મળી મોટી રાહત 

GST મારફતે કરોડોના રૂપિયાની આવક

GST મારફતે કરોડોના રૂપિયાની આવક થતી હોવા છતાં GSTની સિસ્ટમ અપડેટ થતી ન હોવાને કારણે કરદાતાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું વેપારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. GSTR-3B રિટર્ન ફાઈલિંગની મુદત વધારવા માટે વિવિધ એસોસીએશનો દ્વારા સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે. ગુરુવારે સવારથી પોર્ટલ ધીમી ગતીએ ચાલ્યું હતું પરંતુ બપોરે 1 વાગે તો સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયું હતું. મોડી રાત સુધી વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટે પોર્ટલ શરૂ થવાની રાહ જોઇ હતી. બીજી તરફ્ વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશને સરકારને મુદત વધારવા માટે રજૂઆત કરી છે.

આ પણ વાંચો: ભાવનગર મહાનગપાલિકા એક જ દિવસમાં 6 કરોડની આવક થઇ 

દર મહિનાની તા.20 સુધીમાં GSTR-3B રિટર્ન ફઇલ કરવાનું

વેપારીઓએ, દર મહિનાની તા.20 સુધીમાં GSTR-3B રિટર્ન ફઇલ કરવાનું હોય છે. દર વખતની જેમ વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ ગુરૂવારે GST પોર્ટલ પર GSTR-3B રિટર્ન ફાઇલિંગ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે શરૂઆતથી જ સર્વર ખૂબ ધીમું ચાલતું હોવાથી ખૂબ રાહ જોવી પડી હતી. જ્યારે વેપારીઓ આખો દિવસ પોતાના રિટર્ન ફઇલ કરવા માટે ધંધા રોજગાર પડતા મુકીને પોર્ટલ શરૂ થાય તેની રાહ જોતા હતા. આખો દિવસ કરદાતાઓ અને ટેકસ કન્સલ્ટન રિટર્ન ફાઇલ થાય તે માટે સોશિયલ મિડિયા પર સરકારને રજૂઆત કરી હતી.

Back to top button