ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સ્ટોક માર્કેટ અને ટ્રેડિંગની ટીપ્સના નામે તબીબ સાથે રૂ. 50.89 લાખની ઠગાઈ

Text To Speech
  • એજેએસએમ 7 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી
  • તબીબે છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી
  • છેતરપિંડી કરતા 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા

ભાવનગર શહેરના નામી તબીબને સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડિંગની ટીપ્સ નામે વિશ્વાસમાં લઇ રૂ. 50.89 લાખની છેતરપિંડી આચરવા આવી છે. જેમાં 5 શખ્સને ઝડપી લેવાયા બાદ સાઈબર સેલની ટીમે વધુ એક ઠગબાજને હરિયાણાની જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે.

એજેએસએમ 7 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી

ચાર માસ પૂર્વે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે તબીબ એવાં ડૉ.રાજીવ મનહરલાલ ધંધુકિયાને અમુક શખ્સોએ સ્ટોક માર્કેટને લગતાં ટ્રેડિંગની ટીપ્સ નામે વિશ્વાસમાં લઇ કોમ્પ્યુટર સંસાધન અથવા કોમ્યુનિકેશન સાધનની મદદથી એજેએસએમ 7 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી તથા વેબસાઇટમાં તબીબનું એકાઉન્ટ બનાવડાવી એપ્લીકેશનમાંથી સ્ટોક ખરીદવા અને તેના નાણાં એપ્લીકેશનમાં જણાવેલ બેંક એકાઉન્ટમાં મોકલવાનું કહી રૂ. 50.89ની ઠગાઈ કરી હતી.

છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી

ડૉ. ધંધુકીયાએ સાઈબર ફ્રોડ તેમજ છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેથી ભાવનગર રેન્જ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા 5 લોકોને ઝડપી લીધા હતા. તેમજ હર્ષીલ ઉર્ફે બીટ્ટુ જનકભાઇ દવેનો હરિયાણા જેલમાંથી કબ્જો મેળવ્યો હતો. અને તેની ધકપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ સહિત 25 સ્થળો પર CGSTના દરોડા, રૂ. 200 કરોડની કરચોરી ઝડપાઈ

Back to top button