ગુજરાત: અમદાવાદમાં જાતિય પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો
- ડો. રવિ દોશી દ્વારા રુ. 35,000/- લઇ લિંગ પરીક્ષણ કરતો
- જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
- બાવળા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરતો
અમદાવાદમાંથી જાતિય પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે. જેમાં બાવળા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હતું. તેથી જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલના તબીબને ઝડપી પાડ્યો છે. ડો.રવિ દોશી 35 હજાર લઇને ગર્ભ પરીક્ષણ કરતો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનું જોર વધવાની શકયતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
રાજ્યમાં જાતિય પરીક્ષણ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં જાતિય પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે. જેમાં બાવળા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના બાવળા મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. જે પછી જિલ્લા આરોગ્ય વિભાગે તબીબને ઝડપી પાડ્યો છે અને સાથે જ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન પણ સિલ કરવામાં આવ્યું છે.
ડો. રવિ દોશી દ્વારા રુ. 35,000/- લઇ લિંગ પરીક્ષણ કરતો
આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગે ડો. રવિ દોશી દ્વારા રુ. 35,000/- લઇ સોનોગ્રાફી કરી લિંગ પરીક્ષણ કરી છોકરો-છોકરીની જાણ કરતા રંગે હાથે ઝડપાયા છે. તેમજ સ્ટિંગ ઓપરેશન દરમ્યાન ડોક્ટર રવિ દોશી પાસેથી રુ.15,000/- સરકારી નાણા રીકવર કરવામાં આવ્યા છે. જે પછી એજન્ટ પ્રકાશ નાનુભાઈ વાણંદ રુ. 20,000/- ડોક્ટર પાસેથી લઇ ફરાર થયો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસને પણ જાણ કરી ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી ડોક્ટર સામે PC-PNDT એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.