ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જિલ્લાના વિભાજનની ચર્ચા

Text To Speech
  • વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો
  • રાજ્યમાં નવા 4-5 જિલ્લા બને તેવી શક્યતા છે
  • આ અંગે નિર્ણય તો ચાલુ વર્ષના અંતે જ લેવામાં આવે તેવી સંભાવના

ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નામે નવો જિલ્લો જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. તેમના આ નિર્ણયનો અનેક તાલુકાઓમાં વિરોધ પણ થઇ રહ્યો છે ત્યાં હવે એવી ચર્ચા શરૂ થઈ ચૂકી છે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક જિલ્લાઓનું પણ ગુજરાત સરકાર દ્વારા વિભાજન કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.

વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. જોકે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ-ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાનું વિભાજન થઇ શકે છે. ત્યારબાદ ચારથી પાંચ નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવી શકે છે.

આ અંગે નિર્ણય તો ચાલુ વર્ષના અંતે જ લેવામાં આવી શકે છે

માહિતી પ્રમાણે અમદાવાદમાં અમદાવાદ શહેર વિસ્તારને અલગથી જિલ્લા તરીકે અસ્તિત્વમાં લાવવામાં આવે તેવી ચર્ચા છે. જોકે આ અંગે નિર્ણય તો ચાલુ વર્ષના અંતે જ લેવામાં આવી શકે છે. જેની જાહેરાત પણ ડિસેમ્બર 2025માં થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: અરવલ્લી જિલ્લામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

Back to top button