ગુજરાત : દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું


- સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતા
- નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 દિવસમાં રાજીનામું આપી દિધુ
- રાજીનામામાં પદ છોડવા માટે અંગત પારિવારિક કારણ જવાબદાર હોવાનું જણાવાયું
ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 જ દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે.
સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતા
સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતા. આ સિવાય તેમનો એક દારૂપાર્ટીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. મળતી માહિતી મુજબ, પ્રદેશ સંગઠનના આદેશ બાદ તેમણે રાજીનામું આપ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો હતો.
રાજીનામામાં પદ છોડવા માટે અંગત પારિવારિક કારણ જવાબદાર હોવાનું જણાવાયું
આ સિવાય મીડિયા સાથેની વાતચીતમાં તેમને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તે વિશે પણ ખબર નહતી. સતત વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશ બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં પદ છોડવા માટે અંગત પારિવારિક કારણ જવાબદાર હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’