ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ધંધૂકાનો સુપ્રસિદ્ધ લોકમેળો મુશળધાર વરસાદમાં ધોવાયો

Text To Speech
  • હાલ બંને તાલુકાઆમાં મેઘરાજા મન મુકીને વરસી રહયા છે
  • ધંધૂકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ આવ્યો
  • ધોલેરામાં પણ 5 ઇંચ ઉપરાત વરસાદ વરસી ચુકયો

ગુજરાતમાં ધંધૂકાનો સુપ્રસિદ્ધ લોકમેળો મુશળધાર વરસાદમાં ધોવાયો છે. જેમાં 72 કલાકમાં 10 ઈંચ અને ધોલેરામાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર થયુ છે. બંને તાલુકામાં સતત વરસી રહેલા વરસાદથી જગતનો તાત ખુશ છે. સાર્વત્રિક વરસાદથી નદીઓમાં પુરની ભીતિ છે. ધંધૂકા અને ધોલેરા પંથકમાં પાછલા 72 કલાકથી સતત મેઘરાજા મહેરબાન થઇ વરસી રહયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: જેલના બધા કેદીઓને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નહી: ગુજરાત હાઈકોર્ટ

ધંધૂકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ આવ્યો

ધંધૂકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ ઉપરાંત તો ધોલેરામાં પણ 5 ઇંચ ઉપરાત વરસાદ વરસી ચુકયો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. સારા વરસાદથી કપાસ પકવતા ખેડૂતો ખુશી વ્યકત કરી રહયા છે. ધંધૂકા શહેરના સાતમ-આઠમના પ્રસિધ્ધ લોકમેળાને અવિરત વરસાદે સાવ ધોઇ નાખ્યો છે. બંને પંથકમાં પડી રહેલા અનરાધાર વરસાદ તથા ઉપરવાસમાં પણ વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં પુરની સંભાવના વ્યકત કરાઇ રહી છે. ખાસ કરીને ધોલેરા પંથકમાં ઉપરવાસના વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં જળભરાવની સ્થિતિ પેદા થવાની સંભાવનાઓ સ્થાનિકો વ્યકત કરી રહયા છે.

હાલ બંને તાલુકાઆમાં મેઘરાજા મન મુકીને વરસી રહયા છે

ધંધૂકા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. બજારો સુમસાન છે. તો ધોલેરા પંથકને પણ મેઘરાજા અવિરત રીતે ધમરોળી રહયા છે. પાછલા 72 કલાકમાં 5 ઇંચ ઉપરાંત વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. સામાન્ય જનજીવન પણ ખોરંભાયુ છે. ત્યારે ધોલેરા ભાલ વિસ્તારમાં ઉપરવાસનો વરસાદ પણ વધારે હોઇ ગ્રામ્ય વિસ્તારો સાબરમતી, ભોગાવો, ભાદર, નીલકા, ઉતાવળી નદીઓના પાણીથી જળ ભરાવની સ્થિતિ પેદા થવાની ભીતિ જોવાઇ રહી છે. હાલ બંને તાલુકાઆમાં મેઘરાજા મન મુકીને વરસી રહયા છે. વાતાવરણ ઠંડુગાર બન્યુ છે.

Back to top button