ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવ, 18 લાખથી વધુ માઈભક્તો કરશે દર્શન

Text To Speech
  • મહોત્સવમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે અર્પણ કરાશે
  • તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી માં ઉમિયા ધજા મહોત્સવ યોજાશે
  • રૂપિયા 1100ના દાન વાળી 11,111 ધજાઓ ચઢાવાશે

ગુજરાતના ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવ યોજશે. જેમાં 18 લાખથી વધુ માઈભક્તો દર્શન કરશે. તેમાં 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે. જેમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે અર્પણ કરાશે. રૂપિયા 1100ના દાન વાળી 11,111 ધજાઓ ચઢાવાશે.

આ પણ વાંચો: ગુજરાત: ભાજપ સદસ્યતા અભિયાનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા 

તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી માં ઉમિયા ધજા મહોત્સવ યોજાશે

દરેક મંદિર પર શિખર જોવા મળે છે અને આ શિખર પર ધજા અવશ્ય હોય છે. એક માન્યતા છે કે બ્રહ્માંડની અણુશક્તિએ શિખર દ્વારા ગર્ભ ગૃહમાં પ્રવેશે છે. જેનાથી દેવી શક્તિની મૂર્તિના તેજમાં અતુલનીય વધારો થાય છે. જેથી જ ધજા અને શિખરના દર્શન માત્રથી ભક્તોના સર્વે દુઃખ દૂર થાય છે. ત્યારે ઊંઝામાં આવી પવિત્ર ધજાનો માં ઉમિયા ધજા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. પાટીદારોના કુળદેવી માં ઉમિયાના ઐતિહાસિક નિજ મંદિર એવા ઊંઝાના 1868 વર્ષ જૂના માં ઉમિયા મંદિરે આ વર્ષે માં ઉમિયા ધજા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આગામી તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી માં ઉમિયા ધજા મહોત્સવ યોજાશે. નીજ મંદિરમાં જગત જનની માં ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી કરાશે.

મહોત્સવમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે અર્પણ કરાશે

ધજા ઉત્સવમાં વ્યક્તિગત ધાર્મિક મંડળો, મહિલા સત્સંગ મંડળો, ઉમિયા પરિવાર સંગઠનો, ધાર્મિક સંસ્થા, ગ્રામ્ય સમાજો, શહેરી સમાજો, પગપાળા સંઘો સાથે વિવિધ સંસ્થાઓ, કંપનીઓ સૌ કોઈ ધજા મહોત્સવમાં જોડાશે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર આ કાર્યક્રમ યોજાશે, ધજા મહોત્સવ દરમ્યાન પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે. મહોત્સવમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે અર્પણ કરવાનું આયોજન કરાયું છે. જેમાં રૂ.5100 દાન વાળી 1868 ધજાઓ ચઢાવાશે અને રૂ.1100 દાન વાળી 11111 ધજાઓ ચઢાવાશે . જે પૈકી મુખ્ય 11 ધજાઓની ઉછામણી કરાઈ હતી, જેમાં મહત્તમ એક ધજાના 18 લાખ બોલાયા હતા.

Back to top button