- ગુરૂવારે અચાનક જ ચાર પીઆઇઓને બદલી કરી
- પીસીબીમાં ફરજ બજાવતા તરલ ભટ્ટને જૂનાગઢ ખાતે મોકલાયા
- પોલીસબેડામાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું
અમદાવાદ PCB PI સહિત ચાર કર્મીઓને જિલ્લા બહાર મોકલાયા છે. જેમાં અમદાવાદના પીસીબી પીઆઇ અને તેમના ચાર કર્મીઓને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં DGPએ અચાનક રાજ્યમાં ચાર PIની બદલી કરી છે. તેમાં બદલીને પગલે પોલીસબેડામાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે.
આ પણ વાંચો: ગુજરાત: ઓલા, ઉબેર સહિતની કંપનીઓ ટેક્સી સેવાના નામે કરે છે ઉઘાડી લૂંટ
ગુરૂવારે અચાનક જ ચાર પીઆઇઓને બદલી કરી
રાજ્ય પોલીસવડાએ ગુરૂવારે અચાનક જ ચાર પીઆઇઓને બદલી કરી હતી. જેમાં અમદાવાદના પીસીબી પીઆઇ અને તેમના ચાર કર્મીઓને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ બદલીઓને લઇને પોલીસબેડામાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડયુ હતુ.
આ પણ વાંચો: અમદાવાદમાં IPSને વિવાદમાં લાવનારા આરોપીની મુશ્કેલીઓ વધી
અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા તરલ ભટ્ટને જૂનાગઢ ખાતે મોકલાયા
રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ ગુરૂવાર મોડી સાંજે રાજ્યના ચાર પીઆઇઓની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા તરલ ભટ્ટને જૂનાગઢ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે સુરતમાં આર્થિક ગુના નિવારણ શાખા (EOW)ના પીઆઇ એ.વાય.બલોચને ત્યાંથી હટાવીને દેવભૂમિ દ્વારકા મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરા: MSUમાં નોકરી કૌભાંડમાં લોકોના લાખો રૂપિયા ગયા
બનાસકાંઠા તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીઆઇને ડી.ડી.શિમ્પીને અગમ્યકારણોસર કચ્છ પશ્વિમ ખાતે બદલી કરવામાં આવી છે. આટલુ જ નહીં, આઇબીમાંથી પીઆઇ એચ.બી.બાલીયાને ડાંગ આહવામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદમાં પીસીબી પીઆઇ તરલ ભટ્ટની બદલી બાદ તેમની ટીમના તુષારદાન ગઢવીની અમરેલી, નવસાદ અલીની પોરબંદર, હિંમતસિંહની નર્મદા અને અનિરૂદ્ધસિંહને જુનાગઢમાં બદલી કરવામાં આવી છે.