ગુજરાત: ઈ-ટુ વ્હીલર્સમાં સબસિડી બંધ છતાં શહેરમાં વેચાણ વધ્યું, જાણો કેમ
- અમદાવાદમાં મહિને 1,200થી 1,500 ઇ- ટુવ્હીલર અને કારનું વેચાણ થાય છે
- સબસિડીની પોલિસી એક્સપાયર થઇ જતાં હાલ ઇ-કારમાં પણ સબસિડી બંધ
- સબસીડી બંધ છે, ચાલુ રાખવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે
ગુજરાતમાં ઈ-ટુ વ્હીલર્સમાં સબસિડી બંધ છતાં શહેરમાં વેચાણ વધ્યું છે. જેમાં રિપેરિંગની સમસ્યા છતાં અમદાવાદમાં મહિને 1,200થી 1,500 ઇ- ટુવ્હીલર અને કારનું વેચાણ થાય છે. એપ્રિલથી કારમાં પણ સબસિડી બંધ, ફરી ચાલુ કરવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે. તેમજ જાન્યુઆરી,2024થી 15 એપ્રિલ સુધીમાં 2,969 ઇ-વાહનોનું વેચાણ થયું છે.
આ પણ વાંચો: ગુજરાત: મહત્તમ મતદાન માટે મતદારોને પેટ્રોલમાં ડિસ્કાઉન્ટ આપવા આયોજન
સબસીડી બંધ છે, ચાલુ રાખવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે
ઇલેક્ટ્રિકલ વાહનોના વેચાણમાં વધારો થાય તે માટે આપવામાં આવતી સબસિડી હાલ બંધ થઈ ગઈ છે. ઈ-ટુવ્હિલર પર તો આશરે છ મહિના પહેલાં જ બંધ કરી દેવાઈ છે. જોકે વાહન ડીલરો દ્વારા ગ્રાહકોને આકર્ષવા પોતાની રીતે ડિસ્કાઉન્ટ આપી રહ્યા હોવાથી ઈ-ટુ વ્હિલરનું વેચાણ વધ્યું છે. બંધ સબસિડી, ચાર્જિંગ સ્ટેશનના અભાવ અને રિપેરિંગની સમસ્યા છતાં અમદાવાદમાં મહિને 1,200થી 1,500 ઇ- ટુવ્હીલર અને કારનું વેચાણ થાય છે. જાન્યુઆરી, 2023થી ડિસેમ્બર,2024 સુધીમાં છેલ્લા એક વર્ષમાં 18 હજાર ઇ-ટુવ્હીલર અને કારનું વેચાણ થયું છે. જેની સામે જાન્યુઆરી,2024થી 15 એપ્રિલ સુધીમાં 2,969 ઇ-વાહનોનું વેચાણ થયું છે. વાહન ડીલરોએ કહ્યું કે, ચાલુ વર્ષે સરકાર દ્વારા સબસિડી સહિતની સુવિધા નહીં વધારાય તો વેચાણમાં ખાસ કોઈ વધારાનો અંદાજ નથી. એપ્રિલથી કારમાં પણ સબસીડી બંધ છે, ચાલુ રાખવી કે નહીં તે અંગે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે.
સબસિડીની પોલિસી એક્સપાયર થઇ જતાં હાલ ઇ-કારમાં પણ સબસિડી બંધ
અમદાવાદમાં 2017થી ઇ-ટુવ્હીલર અને કાર સહિત કોમર્શિયલ વાહનોનું વેચાણ શરૂ થયું હતું, જેમાં ઇ-ટુવ્હીલર અને કારમાં દર મહિને વેચાણ વધે છે. કોમર્શિયલના ઇ-વાહનોમાં ધીમી ગતિએ વેચાણ વધી રહ્યું છે. છેલ્લા સાડા સાત વર્ષ પછી ઇ-ટુવ્હીલર અને કારનું વેચાણ મહિને 1,200થી 1,500 સુધી પહોંચ્યું છે. ઈ-વાહનોના વેચાણને પ્રોત્સાહન આપતી સબસિડી બંધ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ટુવ્હીલરમાં તો આશરે છ મહિના પહેલાં જ સબસિડી બંધ કરી દેવાઇ છે. સ્થાનિક આરટીઓ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ઇ-ટુવ્હીલરની અરજી સબસિડી નહીં થઇ શકે. પરંતુ ઇ-કારની સબસિડી માટેની અરજી સબમિટ થઇ શકશે પણ સબસિડી નહીં મળે. કારણકે, ઈલેક્ટ્રિક કારમાં ગત 31મી માર્ચે કેન્દ્રની ઇ-વાહનો પરની સબસિડીની પોલિસી એક્સપાયર થઇ જતાં હાલ ઇ-કારમાં પણ સબસિડી બંધ છે.