ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: AMCની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં SRFDLને રૂ. 2,200 કરોડની લોન આપી

Text To Speech
  • AMCને રૂ. 957 કરોડનું દેવું કરવાની નોબત આવી છે
  • AMCને હજુ સરકાર પાસેથી 34,000 કરોડની ઓક્ટ્રોય મળી નથી
  • ભ્રષ્ટાચાર આચરવાનો પ્રયાસ કરાયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો

ગુજરાતના અમદાવાદમાં AMCની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં SRFDLને રૂ. 2,200 કરોડની લોન આપી છે. જેમાં પોતાના ઠેકાણાં નથી ત્યાં રિવરફ્રન્ટ લિમિ.ને કરોડોની લોન આપી છે. તેમજ AMCને હજુ સરકાર પાસેથી 34,000 કરોડની ઓક્ટ્રોય મળી નથી.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો, નિવેદનનો પડઘો હવે આણંદમાં પણ પડયો 

ભ્રષ્ટાચાર આચરવાનો પ્રયાસ કરાયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો

મોકાના પ્લોટના ડેવલપમેન્ટ રાઈટ્સ માનીતા ઉદ્યોગપતિઓને આપવા હિલચાલ છે. જેમાં AMC અને સંલગ્ન સંસ્થાઓ આર્થિક રીતે સદ્ધર બની જાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDL)ને રૂ. 2,200 કરોડની લોન આપવામાં આવી છે. આ રકમમાં વ્યાજની રકમ સામેલ નથી. સાબરમતી રિવરફ્રન્ટ પરનો નાણાંકીય બોજો દૂર કરવા અને AMCની તિજોરીની પરિસ્થિતિ હળવી કરવા માટે મ્યુનિ. શાસકો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના મોકાના પ્લોટના ડેવલપમેન્ટ રાઈટ્સ દેશ- વિદેશના માનીતા ઉદ્યોગપતિઓને નજીવા ભાવે આપીને ભ્રષ્ટાચાર આચરવાનો પ્રયાસ કરાયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદથી શરૂ થતી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરાયો 

AMCને રૂ. 957 કરોડનું દેવું કરવાની નોબત આવી છે

AMC રાજ્ય સરકાર પાસેથી ઓક્ટ્રોયની ગ્રાન્ટ પેટે રૂ. 34,000 કરોડની બાકી રકમ વસૂલવામાં સક્ષમ નથી. જો રાજ્ય સરકાર પાસેથી રૂ. 34,000 કરોડ વસૂલવામાં આવે તો AMC અને સંલગ્ન સંસ્થાઓ આર્થિક રીતે સદ્ધર બની જાય. વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે, 1,997માં સાબરમતી રિવરફ્રન્ટ લિ.ની પબ્લીક લિમિટેડ કંપનીની રચના કરાઈ હતી અને ત્યારપછી 2003માં તે પ્રોજેક્ટ 1,000 દિવસમાં પૂરો કરવાની જાહેરાત કરાઈ હોવા છતાં હજુ સુધી આ પ્રોજેક્ટ પૂરો થયો નથી. જૂન, 2023 સુધીમાં SRFDLને રૂ. 2,200 કરોડનીલોન આપવામાં આવી છે અને તેમાં વ્યાજની રકમ ઉમેરાઈ નથી. જો વ્યાજની રકમનો સમાવેશ કરવામાં આવે તો બાકી રકમમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. AMCની આર્થિક પરિસ્થિતિ કથળી છે અને AMCને રૂ. 957 કરોડનું દેવું કરવાની નોબત આવી છે.

Back to top button