ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ચોમાસાની જમાવટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Text To Speech

રાજ્યમાં અષાઢી બીજ સાથે વરસાદ પણ આગળ વધી રહ્યો છે. આગામી થોડાં દિવસોમાં રાજ્યભરમાં સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસો ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દ.ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે બીજી તરફ મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. તેમજ તાપમાન પણ સામાન્ય રહેશે તેવી આગાહી કરી છે.

આ અગાઉ શુક્રવારે વલસાડમાં મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. વલસાડમાં સરેરાશ 4.48 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે વાપીમાં 2.27 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કપરાડામાં 1.4 ઈંચ અને ધરમપુરમાં 1.20 ઈંચ વરસાદ થયો છે. તેમજ સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાય ગયું હતું.

Gujarat Rain

આ તરફ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ભિલોડા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો. તો ભિલોડા,શામળાજી સહિતના પંથકમાં પણ વરસાદ શરુ થઈ ગયો છે. તેથી ખેડૂતો માટે આગામી દિવસોમાં રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે.

રાજ્યોને પણ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ , દિલ્હી , હરિયાણા અને પંજાબ માં ઘણા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડશે. IMDએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગો, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, મેઘાલય, આસામ, ગોવા, કોંકણ, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉત્તર કેરળના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Back to top button