ગુજરાત: લર્નિગ લાઇસન્સ માટે લાંચ માગી અને ACBના સકંજામાં ભરાયા
- પરીક્ષા આપવા માટે સેટીંગથી પાસ કરાવી આપવા માટે રૂ.3300ની લાંચ માંગી
- કયા કર્મચારી સાથે સેટિંગ કરેલ હતુ તે દિશામાં તપાસ હાથ ધરી
- આરટીઓ કચેરીની પ્રક્રિયા જટિલ બનાવી દેતા લોકો એજન્ટોનો સંપર્ક કરવા મજબુર
ગુજરાતના પાલનપુરમાં લર્નિગ લાઇસન્સ માટે લાંચ માગી અને ACBના સકંજામાં ભરાયા હતા. રૂપિયા માંગતા અરજદારની ફરિયાદને લઇ છટકામાં બે એજન્ટો આબાદ ફસાયા છે. આઇટીઆઇમાં લેવાતી કોમ્પ્યૂટર ટેસ્ટમાં પરીક્ષા પાસ કરાવવા માટે લાંચ માગી હતી.
આ પણ વાંચો: ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું, જાણો કયારથી ગરમી થશે શરૂ
પરીક્ષા આપવા માટે સેટીંગથી પાસ કરાવી આપવા માટે રૂ.3300ની લાંચ માંગી
એજન્ટોને એસીબીએ લાંચના છટકામાં ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સરકારના નવા નિયમો અનુસાર ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે કોમ્પ્યૂટર ટેસ્ટ દ્વારા ટ્રાફિક નિયમન અને વાહન ચલાવવા માટે રસ્તામાં બતાવેલ સાઈનબોર્ડ સહિતની જાણકારી માટે કોમ્પ્યૂટર ટેસ્ટ લેવા માટે આઈટીઆઈમાં પરીક્ષા આપવા માટે સેટીંગથી પાસ કરાવી આપવા માટે રૂ.3300ની લાંચ માંગતા બે એજન્ટોને એસીબીએ લાંચના છટકામાં ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આરટીઓ કચેરીની પ્રક્રિયા જટિલ બનાવી દેતા લોકો એજન્ટોનો સંપર્ક કરવા મજબુર
રાજ્યના વાહનવ્યવહાર વિભાગે અગાઉ જે પરીક્ષા આરટીઓ કચેરીમાં લેવામાં આવી હતી. તે ઓનલાઈન ટેસ્ટ લેવાની જવાબદારી આઈટીઆઈમાં સોંપી દેતા આઈટીઆઈના ઈન્સ્ટ્રકટરોને કામનુ ભારણ વધ્યુ છે. અને બીજી તરફ જે વિભાગનુ કામ છે. ત્યાં ધીમેધીમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ખાનગી એજન્સીઓને કામ આપી દઈ આરટીઓ કચેરીનુ કામ બહાર ગાડી વેચનારા ડીલરોને આપી દેતાં જે કામ આરટીઓ કચરેમાં થતુ હતુ તેના બદલે હવે લાઇસન્સ મેળવવા માટે આઈટીઆઈના ચક્કર કાપવા પડે છે. તેના કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે. આમ વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓ કચેરીની પ્રક્રિયા જટિલ બનાવી દેતા લોકો એજન્ટોનો સંપર્ક કરવા મજબુર બને છે. અને તેના કારણે જે કામ આરટીઓ કચેરીમાં સીધુ થવુ જોઈએ તેના બદલે હવે ખાનગી લોકો તેનો લાભ લઈ રહ્યા હોઈ સરકારી કચેરીનુ અવમુલ્યન થઈ અને ખાનગી લોકોનુ મુલ્ય વધી રહ્યુ છે.
કયા કર્મચારી સાથે સેટિંગ કરેલ હતુ તે દિશામાં તપાસ હાથ ધરી
ત્યારે પાલનપુર ખાતે ડ્રાઈવીંગ લાઇસન્સ મેળવવા માટેની જટીલ પ્રક્રિયા સરળતાથી પતાવવા માટે ખાનગી એજન્ટનો સંપર્ક કરતાં અરજદાર પાસેથી સરકારીના રૂ.900 ઉપરાંત સેટીંગ માટે રૂ.3300ની લાંચની માંગણી કરી અને વધારાના રૂ.3300 લેનાર એજન્ટો સામે અરજદારે એસીબીમાં ફરીયાદ કરતાં એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ.ચૌધરીએ પાલનપુર આરટીઓ કચેરી સામે સત્યમ સીટી કોમ્પલેક્ષમાં ગૌસ્વામી ઓનલાઈન દુકાનમાં ટ્રેપ કરીને અક્ષયકુમાર નારણભાઈ પ્રજાપતિ રહે.ચંડીસરતા.પાલનપુર તથા અકીલહુસેન સલીમહુસેન સૈયદ રહે.આનંદનગર,જામપુરા સ્કુલ પાછળ,પાલનપુરવાળાને ઝડપી લઈ અને લાંચની રકમ કોને આપવાની હતી. અને કયા કર્મચારી સાથે સેટિંગ કરેલ હતુ તે દિશામાં તપાસ હાથ ધરી છે.