ગુજરાત

ગુજરાત: સમય પર રિટર્ન ફાઇલ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિયેશન દ્વારા કરાઇ આ માગ

Text To Speech
  • ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિયેશન દ્વારા સીબીડીટીને રજૂઆત કરવામાં આવી
  • સીબીડીટી દ્વારા ખૂબ મોડેથી યુટિલિટી અપલોડ કરવામાં આવે છે
  • રિટર્ન સમય પર ફાઇલ નહી થતા પેનલ્ટી પણ ચૂકવવી પડે છે

ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિયેશન, સુરત દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સને પત્ર લખી રિટર્ન ફાઇલ કરવા માટેની યુટિલિટી પોર્ટલ પર સમયસર લોડ કરવા માટે સહિતની અન્ય કેટલીક રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના વિકાસ પ્રોજેક્ટ્સ પર બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ દર્શાવ્યો સૌથી વધુ વિશ્વાસ

સીબીડીટી દ્વારા ખૂબ મોડેથી યુટિલિટી અપલોડ કરવામાં આવે છે

એસોસિયેશનનું કહેવું છે કે રિટર્ન ફાઇલ કરવા માટે પોર્ટલ પર જરૂરી યુટિલિટી સોફ્ટવેર 1 એપ્રિલથી પોર્ટલ પર અપલોડ કરવું જોઇએ કે જેથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટે પૂરતો સમય મળે અને તેઓ સરળતાથી રિટર્ન ફાઇલ કરી શકે, પરંતુ સીબીડીટી દ્વારા ખૂબ મોડેથી યુટિલિટી અપલોડ કરવામાં આવે છે. જેથી કરદાતાઓને પૂરતો સમય મળતો નથી અને ભૂલ થવાની શક્યતા વધી જાય છે.

રિટર્ન સમય પર ફાઇલ નહી થતા પેનલ્ટી પણ ચૂકવવી પડે છે

પર્સનલ રિટર્ન ફાઇલ કર્યા બાદ મેન્યુએલી રિટર્ન બેંગલુરુ મોકલવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવે છે, જે ખૂબ ઓછો છે. તેની જગ્યાએ 60 દિવસનો સમય આપવો જોઇએ. ટ્રસ્ટ માટેના ઓડિટ રિપોર્ટ અત્યાર સુધી અપલોડ કરવામાં આવ્યા નથી. આ તમામ કારણોસર સીએ અને કરદાતાઓને પરેશાની થઇ રહી છે. અને રિટર્ન સમય પર ફાઇલ નહી થતા પેનલ્ટી પણ ચૂકવવી પડે છે. ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ હાર્દિક કાકડિયાએ જણાવ્યું હતું કે સીબીડીટી દ્વારા જો રિટર્ન ફાઇલ કરવા માટે આવશ્યક યુટિલિટી સોફ્ટવેર પોર્ટલ પર સમયસર મૂકવામાં આવે તો રિટર્ન ફાઇલ કરવામાં સરળતા રહેશે અને કરદાતાઓને પણ વધુ સમય મળશે.

Back to top button