ગુજરાત: સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની ડિમાન્ડ વધી, જાણો કેવી રીતે થાય છે દાણચોરી
- વિદેશી સિગારેટના ગુજરાતના કેટલાક યુવાનો બંધાણી બન્યા
- ગુજરાતમાંથી અંદાજીત 85 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ પકડાઈ
- ડિમાન્ડ વધતા વિદેશી સિગારેટની દાણચોરી થઈ રહી છે
ગુજરાત સહિત ભારતમાં તમાકુ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલુ જ નહીં, ઉપયોગિતા ઘટે તે હેતુસર તમાકુ પર વેરો પણ વધુ છે. આ કારણોસર વિદેશી સિગારેટની દાણચોરી થઈ રહી છે.
ગુજરાતમાં પણ સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની ડિમાન્ડ વધી
ગુજરાતમાં પણ સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની ડિમાન્ડ વધી છે. છેલ્લાં ચારેક વર્ષમાં જ ગુજરાતમાંથી અંદાજીત 85 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ પકડાઈ છે. યુવાનો તમાકુના બંધાણી ન બને તે માટે સરકાર તમાકુની બનાવટનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે. જેના માટે સરકાર તમાકુ અને તમાકુની બનાવટ પર વધુમાં વધુ કર લગાવે છે, જેથી તેનો ઉપયોગ ઘટાડી શકાય.
ગુજરાતમાંથી 5.12 કરોડ નંગ વિદેશી સિગારેટ પકડાઈ
કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ આ વાતનો ખુલાસો કર્યો કે, વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી 5.12 કરોડ નંગ વિદેશી સિગારેટ પકડાઈ છે, જેની કિંમત 85 કરોડ રૂપિયા થવા જાય છે. જેમાં રેડિમેડ વસ્ત્રોની આડમાં દાણચોરી કરવામાં આવે છે અને તે પકડાઇ પણ રહી છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસનો ‘મેન્ટર પ્રોજેક્ટ’, એક આરોપી સામે એક પોલીસ મેન્ટર