ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat : રાહુલ ગાંધી બાદ તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ

Text To Speech

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બુધવારે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તેજસ્વી યાદવ પર ગુજરાતના લોકોને કથિત રીતે ‘ઠગ અને બદમાશ’ કહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અરજીની સુનાવણી 1 મેના રોજ થશે. તેજસ્વી યાદવે કથિત રીતે આ નિવેદન ગત માર્ચ મહિનામાં આપ્યું હતું. હરેશ મહેતા નામના એક બિઝનેસમેને બિહારના નેતા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવાયું હતું કે તેમણે આ નિવેદન સમાચારમાં જોયું હતું અને ગુજરાતી ગૌરવ આ નિવેદનથી ચોંકી ગયું હતું.

આ પણ વાંચો : ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસના નામે નિરાશા
Gujarat - Humdekhengenewsઆ મામલામાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત માર્ચ મહિનામાં તેજસ્વી યાદવે કથિત રીતે કહ્યું હતું કે આજની પરિસ્થિતિમાં જોવામાં આવે તો માત્ર ગુજરાતીઓ જ ગુંડા બની શકે છે. તેમની છેતરપિંડીને માફ કરી દેવામાં આવે છે. અગાઉ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ સુરતમાં દાખલ થયો હતો, જે બાદ રાહુલને 2 વર્ષની સજા થઈ હતી અને સાંસદ પદ પણ ગુમાવ્યું હતું ત્યારે હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી  છે.

Back to top button