ગુજરાત

ગુજરાત: પતંગના દોરાથી મોત થવાનો સિલસિલો યથાવત, ઘાતક દોરીથી યુવતીનું મૃત્યુ

Text To Speech
  • એકાએક પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ઈજા પહોંચી
  • દોરીના કારણે યુવતીનું 70%થી વધુ ગળું કપાઈ ગયું
  • હાજર ડૉક્ટોરની ટીમે યુવતીને મૃત જાહેર કરી હતી

પતંગના દોરાથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ઘાતક દોરીથી યુવતીનું મૃત્યુ થયુ છે. તેમાં સુરતમાં પતંગની દોરી ઘાતક બનતા યુવતીનું ગળુ કપાતા મોત થયુ છે. નાના વરાછા ઢાળ બ્રીજ પર ઘટના બની છે. ટુ વ્હીલર પર યુવતીને પતંગનો દોરો આડે આવ્યો હતો. જેમાં યુવતી ટુ વ્હીલર પરથી નીચે પટકાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદે સફાઈ માટે રૂ. 900 કરોડનો ખર્ચ કર્યો, તો પણ ટોપ 10માં નહિ

હાજર ડૉક્ટોરની ટીમે યુવતીને મૃત જાહેર કરી હતી

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે લોકોનો પતંગના દોરાથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આ વચ્ચે સુરતમાં નાના વરાછા બ્રિજ ઉપરથી એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે એકાએક પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ મહિલા એક્ટિવા પરથી નીચે પટકાતા આસપાસના લોકો દોડી ગયા હતા અને યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી. જ્યાં હાજર ડૉક્ટોરની ટીમે યુવતીને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના યુવાનમાં દુર્લભ બ્લડ ગ્રૂપ, 25 વર્ષે ખબર પડી 

દોરીના કારણે યુવતીનું 70%થી વધુ ગળું કપાઈ ગયું

સુરતમાં મોટા વરાછા ખાતે આવેલ અમૃત રેસિડેન્સીમાં રહેતા 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મર સાંજે એક્ટિવા લઈને મેઇન રોડથી નાના વરાછા ઢાળ બ્રીજ ઉપરથી જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક પતંગના કાતિલ દોરીથી તેમનું ગળું કપાઇ જતા તેઓ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા. જે પછી યુવતીને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ દોરીના કારણે યુવતીનું 70%થી વધુ ગળું કપાઈ ગયું હતું. જે પછી યુવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ વધુ પ્રમાણમાં લોહી વહી જવા મોતને ભેટી હોવાની વિગતો સામે આવી રહી છે.

Back to top button