લગ્ન થયા એટલે દીકરીને મિલકતમાંથી કાઢવાની માનસિકતા બદલો તેમ હાઈકોર્ટ જણાવ્યું છે. જેમાં લગ્ન પછી પણ દિકરી કે બહેનનો કૌટુંબિક સંપતિમાં હક રહેલો છે. તેમજ લગ્ન બાદ જે રીતે દીકરાની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી તેમ દિકરીમાં પણ હોવુ જોઇએ. તેમજ લગ્ન બાદ, દીકરી કે બહેનને સંપત્તિમાંથી કંઈ આપવુ નહીં તે વલણ યોગ્ય નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસે હારના કારણો જણાવ્યા, જાણો શું કરી આગેવાનોએ માંગ
હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે અરજદારને ટકોર કરી
એક કેસની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે અરજદારને ટકોર કરેલી કે લગ્ન પછી દીકરી કે બહેનનો કૌટુંબિક સંપતિમાં કોઈ હક રહેતો નથી, તે માનસિકતા સમાજે બદલવાની જરુર છે. લગ્ન પછી પણ દિકરી કે બહેનનો કૌટુંબિક સંપતિમાં હક રહેલો છે. લગ્ન બાદ જે રીતે દીકરાની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી, તે જ રીતે દીકરીની સ્થિતિમાં પણ કોઈ ફરક પડવો જોઈએ નહીં.
આ પણ વાંચો: રાજ્યમાં કોલ્ડવેવની અસર, જાણો લોકોએ શું અનુસરવું અને કેવી રીતે રાખશો ધ્યાન
કાયદો દિકરાની સ્થિતિમાં ફેરફાર કરતો નથી
લગ્ન બાદ, દીકરી કે બહેનને સંપત્તિમાંથી કંઈ આપવુ નહીં તે વલણ યોગ્ય નથી. તે તમારી બહેન છે. તેના લગ્ન થવાથી કુટુંબમાં તેનો દરજ્જો બદલાઈ જતો નથી. દીકરો પરિણીત હોય કે અપરિણીત તો પણ દીકરો જ રહે છે, તો દીકરીની પણ આ જ સ્થિતિ રહી શકે છે. કાયદો દિકરાની સ્થિતિમાં ફેરફાર કરતો નથી, તો લગ્ન બાદ દીકરીની સ્થિતિ પણ બદલાય નહીં. કેસની વિગત જોઈએ તો, કૌટુંબિક સંપત્તિના વિતરણ મુદ્દે નીચલી અદાલતે આપેલા હુકમ સામે હાઈકોર્ટમાં અરજી કરાયેલી. જેની સામે, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે તેની બહેન દ્વારા સંપત્તિમાંથી હક જતો કરેલો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.