ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ડભોઇના MLA શૈલેષ મહેતાનું બીજી વખત Facebook પર ડમી એકાઉન્ટ બન્યુ

Text To Speech
  • કેટલાક ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બન્યા
  • શૈલેષ મહેતાએ પોસ્ટ કરી ડમી એકાઉન્ટ અંગે માહિતી આપી
  • 3 મહિનામાં બીજી વખત ડમી એકાઉન્ટ બન્યુ છે

ગુજરાતના ડભોઇના MLA શૈલેષ મહેતાનું બીજી વખત ફેસબુક પર ડમી એકાઉન્ટ બન્યુ છે. જેમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફરી એકવાર ચર્ચા શરૂ થઇ છે. જેમાં 3 મહિનામાં બીજી વખત ડમી એકાઉન્ટ બન્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના

શૈલેષ મહેતાએ પોસ્ટ કરી ડમી એકાઉન્ટ અંગે માહિતી આપી

શૈલેષ મહેતાએ પોસ્ટ કરી ડમી એકાઉન્ટ અંગે માહિતી આપી છે. અગાઉ ડિસેમ્બર 2023માં ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું. ડમી એકાઉન્ટ મુદ્દે વડોદરા SPને પત્ર લખી રજૂઆત કરી છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ફરી એકવાર ડમી એકાઉન્ટ બન્યુ છે. અગાઉ પણ ડિસેમ્બર માસમાં ડમી એકાઉન્ટને લઈ ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. 19-12-2023 એ ડમી એકાઉન્ટ બનતા પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્રણ માસમાં બીજી વખત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ડમી એકાઉન્ટ બન્યુ છે.

કેટલાક ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બન્યા

વડોદરા શહેરના જાણીતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક આગેવાનોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી કેટલાક ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બન્યા છે. તાજેતરમાં પણ ભાજપના એક મહિલા કોર્પોરેટરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ થયો હતો એ જ રીતે ડભોઇના ધારાસભ્યના નામથી નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ જ ડભોઇના ધારાસભ્યના ટેકેદારોએ તેમનું ધ્યાન દોર્યું હતું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સ્પેલિંગમાં ભૂલ છે જેથી આ નકલી ફેસબુક એકાઉન્ટ હોય તેમ લાગી રહ્યું છે. જે અંગે ડભોઇના ધારાસભ્ય એ તેમના તમામ મિત્ર મંડળમાં બોગસ ફેસબુક એકાઉન્ટ થયું છે તેની જાણકારી આપી હતી.

Back to top button