ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: સાઇબર ગઠિયા સક્રિય, વીજ બિલ બાકી છે કહી ગ્રાહકો સાથે ઠગાઇ કરી

Text To Speech

વીજ બિલ બાકી છે, કનેક્શન કપાઈ જશે’ના મેસેજથી નાણાંની ઉચાપત કરવામાં આવી છે. જેમાં વોટ્સએપ મેસેજથી ગભરાયેલા UGVCL ગ્રાહકને ફસાવવાનો કીમિયો સામે આવ્યો છે.  આવા મેસેજીસ ફરતા થતાં UGVCL અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તથા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

વીજ કનેક્શન કપાઈ જવાની ધમકીના મેસેજીસ વોટ્સએપ પર આવ્યા

UGVCL ગ્રાહકોને તેમના બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાઈ જવાની ધમકીના મેસેજીસ વોટ્સએપ પર મોકલી ગભરાયેલા ગ્રાહકોને ફસાવતી લિન્કના આધારે બેન્ક ખાતામાંથી નાણાંની ઉચાપત કરી લેવાની વધુ એક ઘટના નોંધાઈ છે. આ અંગે UGVCL ઓફિસરે સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ગ્રાહકો ગભરાઇ જઇને મેસેજમાં આપેલા નંબર પર ફોન કરતા

ગાંધીનગર જીલ્લાના સુઘડમાં રહેતા પરષોત્તમભાઇ મણીલાલ રાણા ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડની સર્કલ ઓફિસમાં હિસાબી અધિકારી તરીકે 22 વર્ષથી ફરજ બજાવે છે. છેલ્લા સાત મહિનાથી અલગ અલગ નંબરથી ગ્રાહકોને ટેક્સ તેમજ વોટ્સએપ મેસેજ આવી રહ્યા છે કે, સૂચના, પ્રિય ઉપભોક્તા, તમારૂ વિજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવશે. આજે રાત્રે 9.30 વાગ્યે વિજળીની ઓફિસમાંથી. કારણ કે, તમારૂ પાછલા મહિનાનું બિલ અપડેટ કરવામાં આવ્યુ ન હતુ. કૃપા કરીને અમારા વિજ ઓફિસર સાથે આપેલ નંબર પર સંપર્ક કરો. બિલ ભરેલ હોવા છતાં ગ્રાહકો ગભરાઇ જઇને મેસેજમાં આપેલા નંબર પર ફોન કરતા હોય છે.

બેંક એકાઉન્ટમાંથી પૈસા અન્ય એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેતા

જેથી વિજ ઓફિસરના નામે ગઠીયાએ તમે ભલે બિલ ભરપાઇ કર્યું છે પરંતુ સિસ્ટમમાં બતાવતુ નથી એટલે તમને કંપની દ્વારા એક લીંક મોકલવામાં આવશે તેમાં તમે 10 રૂપિયા જમા કરી દો એટલે સિસ્ટમમાં બિલ ભરપાઇ બતાવી દેશે અને તમારૂ વિજ કનેક્શન કટ થશે નહીં. આ 10 રૂપિયા આવતા બિલમાં જમા આવશે. વિજ કનેક્શન કપાઇ ન જાય તે માટે ગ્રાહકો લીંક ઓપન કરે એટલે ગઠીયાએ તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા અન્ય એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેતા હોય છે.

Back to top button