- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલો અને ટેન્ટ સિટી હાઉસફુલ
- એક અંદાજ મુજબ 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
ગુજરાતીઓનું સૌથી પસંદગીનું પ્રવાસન ધામ બનીને ઉપસી આવ્યું
ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ઘોડાપૂર જોવા મળ્યુ છે. દિવાળીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતીઓનો ધસારો છે. તેમાં 4લાખથી વધુ લોકો ઉમટ્યા છે. હજુ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વધુને વધુ વિકસી રહ્યું છે. દિવાળીના તહેવારોને પગલે એક મીની વેકેશન જેવો માહોલ રચાઈ જતો હોય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નાગરિકોના આરોગ્યને જોખમમાં મુકતો રૂ.3 કરોડનો જથ્થો જપ્ત
અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
લોકો ખાસ દૂર દૂરની ટૂર બુક કરાવતા હોય છે. દેશમાં અંદરના સ્થળોમાં તો ઘણાં લોકો વિદેશની ટૂર પણ લેતા હોય છે, ત્યારે ઘણાં ગુજરાતીઓ હવે ઘરઆંગણે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. એક અંદાજ મુજબ અહીં અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે.
આ પણ વાંચો: ગુજરાત: યુવક દુબઈથી રૂ.50 લાખનું સોનું છુપાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો અને લૂંટાયો
ગુજરાતીઓનું સૌથી પસંદગીનું પ્રવાસન ધામ બનીને ઉપસી આવ્યું
કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે અને દર વર્ષે કોઈપણ કોઈપણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. તેવામાં હાલ દિવાળી વેકેશનને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. હાલના દિવસોમાં ગુજરાતીઓની મોટી ભીડ કેવડિયા અને એકતાનગર ખાતે ઉમટી રહી છે. સરદાર પટેલનું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ અને આજુબાજુના અન્ય આર્કષણોથી સજ્જ આ વિસ્તાર હાલમાં ગુજરાત જ નહીં પરંતુ આસપાસના ઘણાં રાજ્યોના યાત્રાળુઓ માટેનું એક મનપસંદ સ્થળ બની ગયું છે. એક રીતે આ હાલ ગુજરાતીઓનું સૌથી પસંદગીનું પ્રવાસન ધામ બનીને ઉપસી આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફટાકડાઓથી એક જ દિવસમાં 16થી વધુ દુર્ઘટના બની
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલો અને ટેન્ટ સિટી હાઉસફુલ
પ્રવાસીઓના ભારે ઘસારાને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલો અને ટેન્ટ સિટી હાઉસફુલ જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વેકેશનમાં પ્રવાસીઓ દોડી રહ્યા છે. જેને લઇને અહીં જોરદાર નજારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ લોકોની ભીડને લઇને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીને આખરી ઓપ અપાયો છે. હાલ 4 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.