ગુજરાત: અમદાવાદ સહિત મોટા શહેરોના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, પ્લેટફોર્મ બન્યા હંગામી ઘર
- છઠ પૂજાને લઈને માદરે વતન જવા માટે પરપ્રાંતિયોની ભીડ જોવા મળી
- સુરતના રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે
- મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્ટેશન પર જ રાત વીતાવી
ગુજરાત સહિત દેશમાં દિવાળીનો તહેવાર મોટો માનવામાં આવે છે. જેમાં અમદાવાદ સહિત મોટા શહેરોના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી છે તેમાં પ્લેટફોર્મ લોકોનું હંગામી ઘર બન્યું છે. તેમાં છઠ પૂજાને લઈને માદરે વતન જવા માટે પરપ્રાંતિયોની ભીડ જોવા મળી રહી છે.
સુરતના રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે
ઉલ્લેખનીય છે કે સુરતના રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ત્યારે હવે દિવાળી બાદ પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. છઠ પૂજાને લઈને માદરે વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 12-12 કલાકથી પરપ્રાંતિયોનું જનસેલાબ ઉમટ્યું છે. ટ્રેનમાં બેસવા માટે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગી છે. છઠ પૂજા માટે ઉત્તર ભારત એટલે કે ઉત્તરપ્રદેશ, બિહાર જવા માટે ભારે ભીડ ઉમટી રહી છે.
મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્ટેશન પર જ રાત વીતાવી
ઘણા રાજ્યોમાં છઠ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં સુરત, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ, બારડોલી, નવસારીથી મુસાફરો આવ્યા છે. બીજી તરફ, ભારે ભીડને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો પીલેસ હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો તેવી વાત સામે આવી છે. વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કલાકોથી માનવ મહેરામણ ઉમટી પડયું છે. ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની લાંબી લાઈનો લાગી છે અને લોકલ ડબ્બામાં બેસવા માટે પડાપડી થઈ રહી છે. સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરો ગતરાત્રિથી રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્ટેશન પર જ રાત વીતાવી હતી. અગાઉ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દુર્ધટના સર્જાઇ હતી તેથી આ વખતે તંત્રએ તકેદારીના પગલા લીધા છે.
આ પણ વાંચો: ગુજરાત: દિવાળીના ત્રણ દિવસમાં 15 હજારથી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા