ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ, સ્વામી સહિત 8 સામે ફરિયાદ

Text To Speech
  • વડતાલમાંથી હકાલપટ્ટી કરેલા સ્વામી સહિત 8 સામે ફરિયાદ થઇ
  • જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સામે ફરિયાદ દાખલ
  • રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી

ગુજરાતમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં સ્વામી સહિત 8 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં મંદિર માટે જગ્યા જોઈએ છે કહી કરોડોની ઠગાઇ કરી હતી. તેમાં સુરેન્દ્રનગર વિરમગામ તથા સુરતમાં પણ સ્વામીઓ સામે ફરિયાદ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદને કારણે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો

વડતાલમાંથી હકાલપટ્ટી કરેલા સ્વામી સહિત 8 સામે ફરિયાદ થઇ

વડતાલમાંથી હકાલપટ્ટી કરેલા સ્વામી સહિત 8 સામે ફરિયાદ થઇ છે. જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સામે ફરિયાદ થઇ છે. દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ છે. જસ્મીન માઢકે રુપિયા લેતીદેતીના વીડિયો પોલીસને આપ્યા છે. અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યાની ફરિયાદ છે. સુરત, નડિયાદ, આણંદ, વિરમગામના ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે. રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં વડતાલ સ્વામિનારાયણના ચાર સ્વામી સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ થઇ છે. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સાધુઓની કરોડોની ઠગાઈ કરી છે.

રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી

રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જે.કે સ્વામી,વી.પી સ્વામી, એમ.પી.સ્વામી , દેવપ્રકાશ સ્વામી સહિત આઠેક લોકો સામે ઠગાઈની ફરિયાદ થતા ભક્તોમાં આક્રોસ જોવા મળ્યો છે. જેમાં જસ્મીન માઢકે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વીડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા છે તેથી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. સ્વામીની ટોળકીઓ દ્વારા અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હોવાની અલગ અલગ ફરિયાદો છે. સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને ટોકન અપાવે અને પૈસા આખી ગેંગ વચ્ચે વેચતાનો આક્ષેપ છે. જેમાં સુરતમાં 2 નડિયાદ, આણંદ, વિરમગામમાં પાંચ ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે.

Back to top button