ગુજરાત: ઊંચા વળતરની લાલચે રોકાણ કરવાની સ્કીમમાં લોકોના કરોડો રૂપિયા ગયા
- ખાનગી કંપનીમાં નાણા રોકાણનાની લાલચે ચીટીંગનો કિસ્સો સામે આવ્યો
- કંપનીના મુખ્ય હોદ્દેદારોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લીધા
- પેઢીની મુખ્ય ઓફીસ અમદાવાદમાં અને તેનું નેટવર્ક સમગ્ર દેશમાં
ગુજરાતમાં વારંવાર લોભામણી લાલચમાં લોકો ફસાઇ રહ્યાં છે. જેમાં ઊંચા વળતરની લાલચે રોકાણ કરવાની સ્કીમમાં લોકોના કરોડો રૂપિયા ગયા છે. તેમાં જામનગરમાં વધુ એક રોકાણ કરાવતી કંપનીએ કરોડોનો ચૂનો ચોપડ્યો છે તેથી અમદાવાદની ઓફિસમાં એજન્ટોના ધામા છે.
કંપનીના મુખ્ય હોદ્દેદારોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લીધા
જામનગરમાં યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી લી. (મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની)માં ઊંચા વળતરની લાલચે રોકાણ કરવાની લોભામણી સ્કીમમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારના અનેક લોકોએ પોતાની કરોડોની રકમ ગુમાવી હોવાનો વારો આવ્યો છે. કંપનીના મુખ્ય હોદ્દેદારોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લેતાં રોકાણકારો તેમજ 1500થી વધુ એજન્ટો ફસાયા છે, અને એજન્ટોની ટીમે અમદાવાદની ઓફિસમાં ધામા નાખ્યા છે. ઉપરાંત એજન્ટના ઘરે રોકાણકારો પહોંચીને મારામારી તેમજ જે હાથમાં આવ્યું તે ઝુંટવી લેવાના પણ કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે.
ખાનગી કંપનીમાં નાણા રોકાણનાની લાલચે ચીટીંગનો કિસ્સો સામે આવ્યો
રાજ્યમાં વધુ એક ખાનગી કંપનીમાં નાણા રોકાણનાની લાલચે ચીટીંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૌથી વધુ રોકાણકારો જામનગર પંથકના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે, અને તેમાં કરોડો રૂપિયાની રકમ સલવાઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ નામની ખાનગી કંપનીની બ્રાન્ચ કે જે પેઢીની મુખ્ય ઓફીસ અમદાવાદમાં આવેલી છે, અને તેનું નેટવર્ક સમગ્ર દેશ ભરમાં છે, અને 95થી વધુ બ્રાન્ચ આવેલી છે. જે કંપનીમાં નાણાનું રોકાણ કરનારને એક મહિને, બે મહિને, વર્ષે, એમ અલગ અલગ સમયે ઊંચી ટકાવારી પ્રમાણે કમિશન અપાતું હતું, જ્યારે મૂળ રકમના છ વર્ષે બમણા આપવાની પણ લોભામણી જાહેરાત કરીને અનેક રોકાણકારોના પૈસા જમા કરાવી કંપની દ્વારા પરત ચૂકવવામાં હાથ ખંખેરી લેવાયા છે.
આ પણ વાંચો: અમદાવાદના વિવિધ વિસ્તારના પાણીના 300 બોર બંધ કરાશે, જાણો શું છે કારણ