ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમત ક્ષેત્રના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો છે તેમ આજે રમત – ગમત મંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
"It never gets easier, you just get faster”
Flag off the cycling competition under the 36th #NationalGames in Gandhinagar, today.
One thing which is common among all the cyclists is great enthusiasm and determination.
I wish them all, good luck. pic.twitter.com/3SofiEGvd1
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2022
રમત ક્ષેત્રે નવીન પ્લેટફોર્મ ઉપલબ્ધ થયું
મંત્રી સંઘવીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં નાગરિકોનો સહયોગ, રમત પ્રત્યેનો ઉત્સાહ અને રાજ્ય સરકાર દ્વારા રમત માટેની ઉત્તમ વ્યવસ્થા બદલ ભાગ લઇ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓ તેમજ રાષ્ટ્રીય રમત એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. નેશનલ ગેમ્સના આયોજનના પરિણામે મલખમના 10 વર્ષીય ગુજરાતી ખેલાડી શૌર્ય જેવા અનેક ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ અને રમત ક્ષેત્રે નવીન પ્લેટફોર્મ ઉપલબ્ધ થયું છે આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનું નવું ભારત છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
Wushu is a hard – soft and complete martial art, got a chance to witness it in the ongoing 36th #NationalGames2022, today.#Wushu Stars from all over India are delivering an incredible performance for the audience at the #36thNationalGames. pic.twitter.com/vxdHFJk6PP
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2022
36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું
આ પ્રસંગે 36મી નેશનલ ગેમ્સના સફળ આયોજન બદલ રાત દિવસ મહેનત કરતા ગુજરાતના રમત -ગમત વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓને અભિનંદન આપીને મંત્રી સંઘવીએ તેમની કામગીરી બિરદાવી હતી. 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર, ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ઇન્ડોર ગેમ્સની વિવિધ કેટેગરીમાં ભાગ લઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓને આજે રમત- ગમત મંત્રી હર્ષ સંઘવીએ રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
વિવિધ રાજ્યોના ખેલાડીઓનો જુસ્સો વધાર્યો
રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમાઇ રહેલી જૂડો અને વૂશુને રસ પૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે ઇન્ડિયન વૂશુ ફેડરેશનના પ્રમુખ શ્રી બી.એસ.બાજવા, જનરલ સેક્રેટરી શ્રી જીતેન્દ્રસિંહ બાજવા તેમજ ઇન્ડિયન જૂડો ફેડરેશનના હોદ્દેદારોના તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.