ગુજરાતઃ ગૌહત્યારાઓને સાત વર્ષની કેદઃ ગૃહ રાજ્યમંત્રીએ ચુકાદાને આવકાર્યો


અમદાવાદ, 25 માર્ચ: 2025: ગુજરાતમાં ગૌ હત્યા પર પાબંધી હોવા છતા ગૌ હત્યા થાય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આગાઉ વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. Cow killers sentenced to seven years in prison હવે કોર્ટે બે આરોપીઓને ગૌ હત્યાના કેસમાં સાત વર્ષની સજા સંભળાવી છે, આ ઉપરાંત એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.
ગુજરાતમાં ગૌ હત્યા પાબંદીનો કાયદો છે તે આવકાર દાયક છે. પરંતુ કાયદાનાં પાલનમાં ઢીલાશનાં કારણે છાશવારે ગાય ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ગૌ રક્ષકોને ગૌ વંશ કતલખાને લઇ જઈને ગૌ હત્યા કરવામાં આવે છે. ત્યારે ગૌ હત્યા કરનાર લોકોને સજા થાય તે જરૂરી બની ગયું છે. વર્ષ 2023માં ઈમરાન શેખ તેમજ મોહસીન શેખ સામે સરદારનગર પોલીસ મથકે ગૌ હત્યાનો ગુનો નોંધાયો હતો. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. આ મામલે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધારાની છ માસની સજા કરવામાં આવશે.
हम गौ रक्षा के लिए मजबूती से खड़े हैं!
जय गौ माता!
कल अहमदाबाद कोर्ट का ऐतिहासिक फैसला
गुजरात में, हम सिर्फ गौ हत्यारों को गिरफ्तार नहीं करते, हम उनके दोषी ठहरने तक लड़ते हैं! इमरान शरीफ शेख मोशिन उर्फ बकरा फरीद शेख को 7 साल की सजा सुनाई गई है! #CowProtection #Gujarat…
— Harsh Sanghavi (@sanghaviharsh) March 25, 2025
હવે આ મામલે રાજ્યગૃહ મંત્રીએ ગૌ રક્ષા મામલે કોર્ટના નિર્ણયને વધાવ્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદ કોર્ટેનો આ ઐતિહાસિક નિર્ણય છે. આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌરક્ષણને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘અમે ગૌરક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી પરંતુ ગૌરક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણ પણે ચરિતાર્થ પણ કરીએ છીએ.’ અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ. પવિત્ર ગાયને વંદન છે. ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાને પકડતા નથી પરંતુ જેલની સજા મળે ત્યા સુધી કામ કરીએ છીએ.
આ પણ વાંચો..ગુજરાતમાં કોરોનાકાળનું કૌતુક! ચાર ગામના પરિવાર 1613 અને લગ્નોની નોંધણી 2950!