ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસમાં આજે મોટો વિસ્ફોટ થયો છે. આજે કોરોના કેસ ધરખમ વધારો થતા કેસ 900 ની આસપાસ પહોંચી ગયા છે. 20 જુલાઇના કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 894 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 691 લોકો કોરોનામાંથી સાજા થયા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 20 જુલાઈ 2022 બુધવારના રોજ રાજ્યમાં નવા 894 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી, જે રાહતભર્યા સમાચાર છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10954 પર યથાવત છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. જોકે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 3295 કેસ નોંધાયા છે.
વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 295, વડોદરા કોર્પોરેશન 65, સુરત કોર્પોરેશન 54, મહેસાણા 45, પાટણ 38, ગાાંધીનગર 31, રાજકોટ કોર્પોરેશન 31, કચ્છ 30, ગાાંધીનગર કોર્પોરેશન 27, સુરત 24, દેવભૂમિ દ્વારકા 23, ભાવનગર કોર્પોરેશન 22, બનાસકાાંઠા 21, વલસાડ 19, ભરૂચ 18, રાજકોટ 18, વડોદરા 16, આણંદ 15, મોરબી 15, સાબરકાાંઠા 15, પોરબંદર 10, અમદાવાદ 8, જામનગર કોર્પોરેશન 7, ખેડા 7, નવસારી 7, અમરેલી 6, પંચમહાલ 5, અરવલ્લી 4, સુરેન્દ્રનગર 4, તાપી 4, ભાવનગર 3, ગીર સોમનાથ 3, દાહોદ 2, જામનગર 2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5099 એક્ટીવ કેસ છે જે પૈકી 08 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5091 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,28,955 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1,93,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,28,32,132 લોકોનું રસીકરણ થયું છે.