ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ગુજરાત કોરોના Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 338 કેસ નોંધાયા, સુરતમાં 1 મોત

Text To Speech
  • કુલ એક્ટીવ કેસ 2310 થયા
  • સૌથી વધુ 92 કેસ અમદાવાદમાં નોંધાયા
  • આજે 274 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ કહેર વર્તાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 338 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. આજે 274 દર્દીઓ સાજા થયા છે. તેવામાં એક્ટીવ કેસનો આંક 2310 થઈ ગયો છે.

ક્યાં જિલ્લામાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ?

રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 92, રાજકોટ જિલ્લામાં 44, સુરત જિલ્લામાં 37, મહેસાણા 12, વડોદરા 28, ભાવનગર 5, ભરૂચ 8, સુરેન્દ્રનગર 1, પોરબંદરમાં 3, નવસારી 4 કેસ નોંધાયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.

પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર, રિકવરી રેટ 98.96 ટકા

અત્યાર સુધીમાં કુલ 12,67,837 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.96 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 2310 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,055 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

Back to top button