ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ગુજરાત Corona Update : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 328 કેસ નોંધાયા

Text To Speech
  • આજે 315 દર્દીઓ સાજા થયા
  • કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા
  • 12 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર હેઠળ
  • રાજ્યમાં એક્ટિવ કેસ 2155 જ્યારે 2143 દર્દીઓની હાલત સ્થિર

ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજના 300થી 400 લગોલગ ચાલી રહ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા છે. જ્યારે 315 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે કોરોનાથી રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. આજે અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ નોંધાયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?

આજે અમદાવાદ જિલ્લામાં 96, વડોદરા જિલ્લામાં 43, સુરત જિલ્લામાં 41, મહેસાણામાં 26, રાજકોટ જિલ્લામાં 11, ગાંધીનગર જિલ્લામાં 22, વલસાડમાં 11, મોરબીમાં 23, આણંદમાં 5, પાટણમાં 4, સાબરકાંઠામાં 12, સુરેન્દ્રનગરમાં 2, અમરેલીમાં 7, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 1, નવસારીમાં 7, કચ્છમાં 3, પંચમહાલ અને પોરબંદરમાં બે બે કેસ, ભાવનગરમાં 4, ગીર સોમનાથમાં 1, ભરૂચમાં 5 કેસ નોંધાયા છે.

સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો

રાજ્યમાં છેલ્લા એક મહિનામાં જ કોરોનાના કારણે 8 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11057 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2155 એક્ટિવ કેસ છે. 12 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2143 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે.

Back to top button