- તમામ દર્દીઓના જીનોમ સિકવન્સ લેબમાં મોકલી આપવામાં આવ્યા
- કર્ણાટકથી આવેલ IIT ના પ્રોફેસર કોરોના પોઝિટિવ
- અત્યાર સુધીમાં શહેરમાં 8 કેસ સામે આવ્યા છે
ગુજરાતના ગાંધીનગર શહેરમાં પણ કોરોના ફેલાયો છે. જેમાં કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરનાના વધુ 3 કેસ સામે આવ્યા છે. તેમાં IIT ગાંધીનગર અને સેક્ટર 29 માં કેસ નોંધાયા છે. કર્ણાટકથી આવેલ IIT ના પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે. તેમાં અત્યાર સુધીમાં શહેરમાં 8 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં ફરી કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો
રાજ્યમાં ફરી કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગાંધીનગરમાં વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. જેમાં ગાંધીનગર શહેરમાં વધુ 3 કોરોના કેસ સામે આવ્યા છે. કર્ણાટકથી પરત ફરેલ પ્રોફેસર દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સિંગાપુરથી આવેલ સેકટર – 29 ના એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની માહિતી અનુસાર, ગાંધીનગરમાં શહેર-જિલ્લામાં કોરોનાનો આંકડો આઠ થઈ ચુક્યો છે. ગાંધીનગર આઈઆઈટીમાં પ્રોફેસર દંપતી બેંગ્લોર કર્ણાટકથી પાંચ દિવસ અગાઉ પરત આવ્યું હતું. ગાંધીનગર આવ્યા પછી અનુક્રમે 48 અને 42 વર્ષીય પતિ-પત્ની તાવ અને કફની બીમારીમાં સપડાયા હતા. જેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં બંને કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આથી પ્રોફેસર દંપતીને આઈઆઈટીનાં તેમના ક્વાર્ટર્સમાં હોમ આઈસોલેશનમાં સારવાર શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતના 90 હજાર વિદ્યાર્થીઓની ઉત્તરાયણ બગડી, જાણો કેમ
તમામ દર્દીઓના જીનોમ સિકવન્સ લેબમાં મોકલી આપવામાં આવ્યા
જ્યારે બીજી તરફ સેકટર-29માં રહેતા 59 વર્ષીય શિક્ષિકા પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. શિક્ષિકા બે દિવસ પહેલા સિંગાપુરથી પરત ગાંધીનગર ફર્યા હતા. બાદમાં તાવની બીમારીમાં સપડાતા કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રીપોર્ટ પોઝિટિવ આવતાં શિક્ષિકાને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલ ત્રણ સભ્યોને પણ કોરોનટાઈન કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમામ દર્દીઓના જીનોમ સિકવન્સ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.