ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: નર્મદા જિલ્લાના મા નર્મદાની પંચકોશી પરિક્રમામાં બોટ માટે વ્યક્તિ દીઠ વધુ ચાર્જ વસૂલતા વિવાદ

  • બોટ માટે સત્તાવાર કોઈ ચાર્જિસ નક્કી ન કરાયાનું જાણવા મળ્યું
  • ગત વર્ષે રૂ.20નો ચાર્જ હતો, હવે 30 ચૂકવતા પણ ટિકિટ મળતી નથી
  • એક મહિના દરમિયાન 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મા નર્મદાની પરિક્રમા કરે છે

ગુજરાતમાં નર્મદા જિલ્લાના મા નર્મદાની પંચકોશી પરિક્રમામાં બોટ માટે વ્યક્તિ દીઠ વધુ ચાર્જ વસૂલતા વિવાદ થયો છે. જેમાં નર્મદા પરિક્રમા કરતા બોટના વ્યક્તિ દીઠ ચાર્જમાં ઉઘાડી લૂંટ સામે ઉગ્ર વિરોધ કરાયો છે. વહીવટી તંત્રે રેંગણ અને શહેરાવ ઘાટનો ઈજારો આપ્યો છે. ગત વર્ષે રૂ.20નો ચાર્જ હતો, હવે 30 ચૂકવતા પણ ટિકિટ મળતી નથી. બોટ માટે સત્તાવાર કોઈ ચાર્જિસ નક્કી ન કરાયાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: JEEની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

એક મહિના દરમિયાન 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મા નર્મદાની પરિક્રમા કરે છે

નર્મદા જિલ્લાના મા નર્મદાની પંચકોશી પરિક્રમામાં બોટ માટે વ્યક્તિ દીઠ રૂ.30નો ચાર્જ વસૂલતા વિવાદ થયો છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા રેંગણ અને શહેરાવ ઘાટનો એક મહિનાનો ઈજારો અપાયો છે. ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લાના રામપુરાથી તિલકવાડાની વચ્ચે ઉત્તર દિશા તરફ વહેતી નર્મદા નદીના 16 કિમીની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે. ગત સોમવારથી પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. એક મહિના દરમિયાન 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મા નર્મદાની પરિક્રમા કરે છે. આ પરિક્રમા દરમિયાન રેંગણ ઘાટથી સામે પાર જવા માટે કોઇ બ્રિજ નથી. જેના કારણે શ્રદ્ધાળુઓ રેંગણ ઘાટથી નદી પાર કરવા બોટનો ઉપયોગ કરે છે. ગતવર્ષ સુધી બોટ માટે વ્યક્તિ દીઠ રૂ.20 વસૂલવામાં આવતા હતાં. આ વર્ષે બોટની એક ટિકિટના ભાવમાં રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે. હવે બોટ માટે વ્યક્તિ દીઠ રૂ.30નો ચાર્જ વસૂલવામાં આવતા વિવાદ થયો છે. બોટ માટે રૂ.30 ચૂકવ્યા બાદ પણ ટિકિટ આપવામાં આવતી નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં અગાઉ AMTSની 350 બસ ચાલતી, હવે આંકડો જાણી રહેશો દંગ 

વાહનોના પાર્કિંગ માટે પણ રૂ.100 વસૂલાતા હોવાની બૂમ પડી

રેંગણ ઘાટ પર બોટના નાણાંની વસૂલાત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોનમાં વ્યક્તિ દીઠ એન્ટ્રી કરી ચાર્જ વસૂલવામાં આવે છે. નાણાં ચૂકવનાર ટિકિટ માટે આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવતી હોવાનો આક્ષેપ કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રશ્ન મુદ્દે કેટલાક શ્રાદ્ધાળુઓ બોટનો ચાર્જ વસૂલતા સંબંધિત માણસો સમક્ષ ફરિયાદ કરી હતી. આ ઉપરાંત શ્રદ્ધાળુઓએ બોટના ચાર્જિસ મુદ્દે ઘાટ પર બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓને પણ મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત વાહનોના પાર્કિંગ માટે પણ રૂ.100 વસૂલાતા હોવાની બૂમ પડી છે.

Back to top button