ગુજરાત

રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો ગુજરાત વિધાનસભામાં વિરોધ પ્રદર્શન

Text To Speech

એક તરફ કોંગ્રેસ દ્વારા દેશભરમાં રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય આ બાબતને લઈને વિરોધ કરી રહ્યા છે. એવામાં વિધાનસભામાં ચાલતા બજેટ સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અદાણી મુદ્દે JPCની માંગ સાથે કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો. એવામાં કોંગી ધારાસભ્યોને ટિંગાટોળી કરીને ગૃહમાંથી દૂર કરાયા હતા. સાથે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ વિરોધ

કોંગ્રેસ દ્વારા રોડથી લઈ વિધાનસભા અને સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર દ્વારા પણ અલગ જ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જો કે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વિધાનસભાની બહાર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, 23મી માર્ચે અંગ્રેજીઓ આપણા ક્રાંતિવીર ભગતસિંહને સજા સંભળાવી હતી. આ 23મી માચે નવા અંગ્રેજોના શાસનમાં એક ગાંધીને સજા સંભળાવવામાં આવી. ખોટી રીતે કેસો ઊભા કરી, નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યવાહી કરી.

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર પર કોંગ્રેસનો હલ્લાબોલ, સંસદથી વિજય ચોક સુધી વિપક્ષની બ્લેક માર્ચ

સાથે જ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ કાર્યવાહી પછી તરત તેમનું સભ્યપદ રદ કરવા પાછળનો હેતુ એ હતો કે નરેન્દ્રભાઈ અને અદાણી વચ્ચે જે સંબંધો છે એ શું સંબંધો છે તે દેશની જનતા જાણવા માગતી હતી. અદાણીની સેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયાનું બેનામી રોકાણ ક્યાંથી આવ્યું, આ રોકાણ કોનું હતું. એ દેશની જનતા જાણવા માગે છે. તેની તપાસ માટે JPC માગવામાં આવી હતી. આ મુદ્દો રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં ઉઠાવ્યો ત્યારે તેમને રોકવામાં આવ્યા અને તેનું ભાષણ પાર્લામેન્ટમાંથી હટાવવામાં આવ્યું.

Back to top button