ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Lok Sabha Election:ગુજરાત કોંગ્રેસને ઝટકો, આ જિલ્લામાં વિવિધ નેતાઓએ રાજીનામા આપ્યા

Text To Speech
  • કચ્છ જિલ્લામાં નેતાઓએ સામુહિક રીતે રાજીનામા આપ્યા
  • યુથ મહામંત્રી નિલયગીરી ગૌસ્વામીએ પણ કોંગ્રેસ છોડી
  • જિલ્લા NSUI પ્રમુખ તીર્થરાજ મકવાણાએ રાજીનામું આપ્યું

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં કચ્છ જિલ્લામાં નેતાઓએ સામુહિક રીતે રાજીનામા આપ્યા છે. તેમાં યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રસમાં સપાટો બોલાઇ ગયો છે. જેમાં જિલ્લા NSUI પ્રમુખ તીર્થરાજ મકવાણાએ રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં અલગ પ્રકારની વ્યવસ્થા સાથે ખાસ 11 મતદાન મથકો ઉભા કરાશે

યુથ મહામંત્રી નિલયગીરી ગૌસ્વામીએ પણ કોંગ્રેસ છોડી

ઉલ્લેખનીય છે કે યુથ મહામંત્રી નિલયગીરી ગૌસ્વામીએ પણ કોંગ્રેસ છોડી છે. તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા દીપક ડાંગરે રાજીનામું આપ્યું છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રસમાં રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં 26 બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMTS બસ બેફામ બની, એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત

અગાઉ ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતુ

તાજેતરમાં જ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું હતુ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગને મોકલી દીધુ હતુ. અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Back to top button