ગુજરાતનેશનલ

માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતાનો દાવો, જો રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં આટલું જ કહ્યું હોત તો…

Text To Speech

દેશમાં 2019 ની લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટરના કોલરામાં એક જાહેરસભા દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “બધા ચોરોની સામાન્ય અટક તરીકે મોદી છે” માટે દોષિત ઠેરવ્યો હતો. જેના પર સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા કરી છે પણ તેનાથી મોટી મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે લોકસભાએ રાહુલને સાંસદ તરીકે ગેરલાયક ઠેરાવવામાં આવ્યા છે.

છેલ્લા થોડાં સમયથી કેન્દ્ર સરકાર સામે રાહુલ ગાંધી પોતાના સ્ટેન્ડ પર અડગ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે તેણે જવાબ આપ્યો, “હું માફી માંગવાનો નથી, મેં કંઈ ખોટું કર્યું નથી, અને કોર્ટ જે પણ સજા કરે તે માટે હું તૈયાર છું.” આ વચ્ચે જ્યારે ગુરૂવારે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે ગુજરાત ઘણાં નેતાઓએ રાહુલને કોર્ટ દ્વારા બે વર્ષની સજા થાય તે પહેલા માફી માંગવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહુલે ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો.

સુરતના કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીના જામીનના જામીનદાર હસમુખ દેસાઈનો દાવો છે કે વકીલો રાહુલ ગાંધીને સમજાવવામાં નિષ્ફળ ગયા બાદ કેટલાક નેતાઓએ તેમને કોર્ટની બહાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું છેકે, કોર્ટમાં માફી માંગી, કોર્ટ તેને માફ કરી શકે છે અને કોઈ સજા નહીં થાય, પરંતુ રાહુલ ગાંધીએ માફી માંગવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : વધુ એક કોંગ્રેસ નેતા પર માનહાનિ કેસ, સંજીવની કૌભાંડમાં 25 એપ્રિલના સુનાવણી

હસમુખ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓએ વ્યક્ત કરેલી ચિંતા આજે સાચી પડી છે. કોર્ટે ચુકાદા સામે અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે, પરંતુ ભાજપ સરકારે સત્તાનો દુરુપયોગ કરીને રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરી દીધી છે. ખાસ વાત એ છેકે રાહુલ ગાંધીના જામીન પર સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈ દ્વારા 15,000ના બોન્ડની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી જ નહીં, અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના આ સાંસદો-ધારાસભ્યોની સભ્યતા પણ રદ થયેલ છે

Back to top button