

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે કોંગ્રેસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. સોમવારે મોડી રાતે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીના પ્રભારીનો ચાર્જ પણ તેમની પાસે રહેશે તેવું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય બે નેતાને પણ કોંગ્રેસે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં રહેશે મોટી જવાબદારી
મહત્વનું છે કે, હવે કોંગ્રેસે 2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે તેઓ આ યાત્રા થકી દેશભરમાં કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે. ત્યારે એક બાદ એક મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે જેમાં શક્તિસિંહને મળેલી જવાબદારીનો પણ સમાવેશ થાય છે.