અમદાવાદગુજરાત

ગુજરાત કોંગ્રેસની જાહેરાત, હવે આંતરિક ચૂંટણી પંચ પક્ષમાં કાર્યરત થશે

અમદાવાદ, 19 જુલાઈ 2024, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક લોકશાહી જળવાઈ રહે જે માટે આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ બનાવવાની કોંગ્રેસના પ્રદેશ નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કેવી રીતે આ પ્રક્રિયા મુજબ આંતરિક લોકતાંત્રિક ઢબે કોંગ્રેસમાં કાર્યકર્તાઓની વરણી થશે કેવી રીતે આવનારા દિવસોમાં ચૂંટણી પ્રક્રિયામાં કાર્યો થશે તે તમામ માહિતી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી.

“આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ” આ રીતે કાર્ય કરશે
પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા લોકતંત્રમાં વિશ્વાસ રાખતું આવ્યું છે. એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની ચૂંટણી હોય કે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રશ્ન હોય, આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે. જે આવનારા સમયમાં જે ચૂંટાયેલી પાંખો હોય જે સત્તા પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતા હોય, એની ચૂંટણી કરાવી ચોક્કસપણે લોકતાંત્રિક ઢબે સ્પષ્ટપણે દરેક મતદાતાઓનો પોતાનો અભિપ્રાય જાણીને અને એ દિશામાં કામ કરવામાં આવશે. આવનારા સમયમાં આ ચૂંટણી કમિશન દ્વારા સમગ્ર ગુજરાતનાં જે પણ પંચાયતી રાજના સંગઠનો છે કોર્પોરેશન છે જ્યાં પણ જરૂરિયાત લાગશે ત્યા ચૂંટણી કરવામાં આવશે. અને ત્યારબાદ જે ચૂંટાયેલી પાંખ છે તેના નેતા, ઉપનેતાનું સિલેકશન કરવામાં આવશે

ચૂંટાયેલા કોર્પોરેટરો વિપક્ષનો નેતા ઉપનેતા નક્કી કરશે
એક ઉદાહરણ તરીકે સમજાવતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે જેમ કે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એના જે ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો હશે તે લોકો નક્કી કરશે કે તેમનો વિપક્ષનો નેતા કોણ હશે, લીડર ઓફ ઓપોઝિશન કોણ બનશે અને ઉપનેતા કોણ બનશે એ પણ ચૂંટાયેલા વ્યક્તિઓ ભેગા થઈને નક્કી કરે, તેની એક પારદર્શક ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉભી કરવામાં આવશે. આ કમિટીમાં કેટલાક વ્યક્તિઓ એટલા અનુભવી છે કે જેમને ચૂંટણી પંચના અનુભવ છે ચૂંટણીના પણ અનુભવ છે. પૂર્વ સાંસદ સભ્ય પણ છે એટલે ચોક્કસપણે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા એક ટ્રાન્સપરન્ટ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થઈ અને યોગ્ય લોકોને યોગ્ય હક લોકતાંત્રિક પ્રક્રિયાથી મળે તેવા પ્રકારની પરિસ્થિતિ અને તેવા પ્રકારનું કામ પ્રદેશ કોંગ્રેસ સમિતિનું આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ કરશે.

આ પણ વાંચોઃઆજે કમલમમાં બેઠકઃ કોણ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ? આ નામો છે ચર્ચામાં

Back to top button