ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની ભાજપ સરકાર સામે કૉંગ્રેસનું 21 મુદ્દાનું તહોમતનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખો જાહેર થઈ ગયા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ,કૉંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી દરેક પક્ષ એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે. ત્યારે, વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ગુજરાતની ભાજપ સરકાર સામે કૉંગ્રેસે 21 મુદ્દાનું તહોમતનામું જાહેર કર્યું  છે.

કૉંગ્રેસનું 21 મુદ્દાનું તહોમતનામું
કૉંગ્રેસનું 21 મુદ્દાનું તહોમતનામું

કૉંગ્રેસનું 21 મુદ્દાનું તહોમતનામું

1.ભાજપ શાસન હેઠળ આર્થિક ગેરવહીવટ

2.રાજયને દેવાની જાળમાં ધકેલ્યું – દેવા પ્રેરિત વૃદ્ધિ

3.બેરોજગારી સંકટ

4.ક્રોની કેપિટલિઝમ

5.કૌભાંડોથી કલાંકિત ભાજપ સરકાર

6.ભ્રષટાચાર જીવનપદ્ધતિ બની ગઈ

7.સ્વાસ્થ્ય સેવાઓની ઉપેકસા

8.કોવિદ મહામારીમાં ગેરવહીવટ

9.શિક્ષણ નું ખાનગીકરણ

10.તમામ માટે આવાસ નહિ

11.વીજળીમાં અંધકાર – ગ્રાહકો સાથે લૂંટ ચલાવાઈ

12.આદિવાસી કલ્યાણની ઉપેક્ષા

13.દલિતોમાં સુરક્ષા નો અભાવ

14.મહિલાઓની કથળતી નીતિ

15.કોમવાદી રાજનીતિ

16.ખેડૂતો સાથે છેતરપિંડી

17.કાયદો અને વ્યસ્થાના છિન્ન-ભિન્ન

18.મનરેગાનું બિન અમલીકરણ અને કામદારોનું શોષણ

19.શ્રમ કાયદાઓ હળવા કરાયા

20.સરકારી કર્મચારીઓ સાથે દુર્વ્યહાર

21.પંચાયતી રાજ પ્રણાલીનો દ્વશ

કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કુલ 36 પાનાનું તહોમતનામુ તૈયાર કરવામાં આવ્યું છે. આ તહોમતનામાના અલગ-અલગ 21 મુદ્દા છે. જેમાં વિગતવાર તમામ મુદ્દા અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયની પરિસ્થિતિ સામે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની હાલતની સરખામણી કરવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે મોરબી હોનારત અને બરવાળા ઝેરી દારૂકાંડ પાછળ સરકાર જવાબદાર છે. ભાજપની નીતિ લોકોને ગુમરાહ કરવાની રહી છે.  આ આરોપનામામાં બેરોજગારી, પેપરલીક કાંડ, ઉદ્યોગોની સમસ્યા સહિતના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણીના માહોલમાં જનતા પણ કયા પક્ષને જીતાડવો તે સમજી ગઈ છે અમે એક મહિના પછી બહુમતી સાથે સરકાર બનાવીશું. રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન આ વખતે પ્રજા બધી જ બાબતોને સારી રીતે જાણે છે. રાજકીય પક્ષ તરીકેની અમારી ભૂમિકા સાચી વાત રજૂ કરવાની છે. માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે તહોમતનામું મૂકી રહી છે. જનતાના સહકારથી અમે એક મહિના પછી સરકાર બનાવીશું, ત્યારે પ્રજાને યોગ્ય સાબિત થવા માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.

Back to top button