ગુજરાત ચૂંટણીઃ કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર, ઈન્દ્રનીલ રાજગુરુને અહીંથી આપી ટિકિટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રદેશ કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી માટે ઉમેદવારોને ફોર્મ ભરવાના ત્રણ જ દિવસ બાકી છે. તેવામાં કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરાઈ છે.

ઈન્દ્રનીલ રાજગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ
વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ દ્વારા કુલ 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં સૌથી નોંધનીય નામ ઈન્દ્રનીલ રાજગુરુનું છે. જી હાં, આમ આદમી પાર્ટીમાંથી આંટો મારી ફરી કૉંગ્રેસનો હાથ થામનાર ઈન્દ્રનીલ રાજગુરુને રાજકોટ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

ત્રીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર
કૉંગ્રેસ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં રાપર બેઠક પરથી બચુભાઈ અરેઠીયા, વઢવાણ બેઠક પરથી તરુણ ગઢવી, રાજકોટ પૂર્વ બેઠકથી ઈન્દ્રનીલ રાજગુરુ, ધારી બેઠક પરથી ડૉ. કિર્તિ બોરીસાગર, નાંદોદ-ST બેઠક પરથી હરેશ વસાવા, નવસારી બેઠક પરથી દીપક બારોટ, ગણદેવી-ST બેઠક પરથી અશોકભાઈ લાલુભાઈ પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.