ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ

ગુજરાત ચૂંટણી પર કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, ખેડૂતોથી લઈ નોકરીના મુદ્દા પર આપ્યા આ વાયદાઓ

કોંગ્રેસે પાર્ટીએ આજે અમદાવાદમાં ગુજરાત ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખીને વાયદા જાહેર કરવામાં આવ્યા છે. જે વાયદામાં પાર્ટીએ 10 લાખ નોકરીઓનું વચન આપ્યું છે. તે જ સમયે, તેમણે ખેડૂતોને લોનના 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની પણ વાત કરી છે.

જે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કહ્યું છે કે બિલ્કીસ બાનોના ગુનેગારોની મુક્તિ રદ્દ કરવામાં આવે અને તમામને ફરીથી જેલમાં મોકલવામાં આવશેનું પણ જણાવ્યું હતુ.

 કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

ચૂંટણી નજીક આવતા જ અનેક પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી દરમિયાન અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત કોંગ્ર્સે પણ આજે તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જે મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીના 8 વાયદાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. તેમજ અનેક વાયદા કરવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોનું દેવું માફ કરવું, 500 રુ. માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ ફ્રી વીજળી, જૂની પેંશન યોજના, અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી, રોજગાર, શિક્ષા, આરોગ્ય, ખેડૂત, કૃષિ, જમીનનો કાયદો, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પોરબંદરમાં જીતની હેટ્રિક લગાવી શકશે ભાજપ, જાણો 2 બેઠકનું રાજકીય ગણિત

10 લાખ લોકોને રોજગારીનો વાયદો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતએ કહ્યું હતુ કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવશે, જેમાં મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવશે. સરકારી નોકરીઓની ભરતીમાં ભ્રષ્ટાચાર, વારંવાર પેપર લીક થવાના બનાવો અટકાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનું વચન આપ્યું છે. આ સાથે તેમણે બેરોજગારોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે.

આ છે કોંગ્રેસના વયદા

  • દરેક ગુજરાતીને 10 લાખ સુધીની સારવાર ફ્રી, તેમજ દવાઓ પણ મફત
  • ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ, વીજળી બીલ માફ, અને 300 યુનિટ સુધી વીજળી મફત
  • 10 લાખ લકોને સરકારી નોકરી, 50 ટકા મહિલાઓને અનામત
  • સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ સમાપ્ત, તેમજ બેરોજગારોને 3000 બેરોજગારી ભથ્થું
  • દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટરે 5 રુની સબસિડી, 500 રુમાં ગેસ સિલિન્ડર
  • ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલ
  • 4 લાખનું કોવિડ વળતર
  • જૂની પેન્શન યોજના લાગુ
  • મનરેગા યોજના જેવી શહેરી રોજગાર ગેરંટી યોજના
Back to top button