ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ બાદ રેરામાં ફરિયાદો વધી, જાણો 1 વર્ષમાં કેટલી સુઓમોટોનો નિકાલ કરાયો

Text To Speech
  • રેરાના સત્તાવાર સુત્રો મુજબ સૌથી વધુ 179 સુઓમોટો અમદાવાદમાં થઇ છે
  • રેરા સમક્ષ 2017થી અત્યાર સુધીમાં 13,852 રિયલ એસ્ટેટ પ્રોજેકટ અને 2979 એજન્ટ રજિસ્ટર્ડ થયા
  • સુરતમાં 43માંથી 38 અને વડોદરામાં 107માંથી 98 સુઓમોટોનો નિકાલ થઇ ગયો

ગુજરાતમાં રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ બાદ રેરામાં ફરિયાદો વધી છે. જેમાં રેરાએ ડેવલપર્સ પાસેથી અંદાજે 2.61 કરોડની વસૂલાત પણ કરી છે. 2017થી અત્યાર સુધીમાં 13,852 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અને 2,979 એજન્ટ રજિસ્ટર્ડ થયા છે. તેમજ હાલ માત્ર 57 સુઓમોટો પેન્ડિંગ છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા સમગ્ર રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઇ પણ ડેવલપર્સે રેરા રજિસ્ટ્રેશન વગર પ્રોજેકટ લોંચ કરવાથી લઇ એક પણ યુનિટનું વેચાણ કર્યું હોય તેવા કિસ્સામાં સુઓમોટો કરાય છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ આજથી નવા કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરશે

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં રેરામાં સુઓમોટોની 561માંથી 504 સુઓમોટોનો નિકાલ કરાયો

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં રેરામાં સુઓમોટોની 561માંથી 504 સુઓમોટોનો નિકાલ કરાયો છે અને હાલ માત્ર 57 સુઓમોટો પેન્ડિંગ છે. સુઓમોટો હેઠળ અંદાજે 2.61 કરોડની ડેવલપર્સ પાસેથી વસુલાત પણ કરી છે. રેરા ઓથોરિટીએ કહ્યું કે, રેરા સમક્ષ 2017થી અત્યાર સુધીમાં 13,852 રિયલ એસ્ટેટ પ્રોજેકટ અને 2979 એજન્ટ રજિસ્ટર્ડ થયા છે. રેરાના સત્તાવાર સુત્રો મુજબ સૌથી વધુ 179 સુઓમોટો અમદાવાદમાં થઇ છે. આમાંથી 164નો નિકાલ થઇ ગયો છે અને 15માં સુનાવણી ચાલે છે. ગાંધીનગરમાં 54માંથી 45નો નિકાલ અને 9 પેન્ડિંગ છે.

સુરતમાં 43માંથી 38 અને વડોદરામાં 107માંથી 98 સુઓમોટોનો નિકાલ થઇ ગયો છે

સુરતમાં 43માંથી 38 અને વડોદરામાં 107માંથી 98 સુઓમોટોનો નિકાલ થઇ ગયો છે. રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ બાદ રેરામાં ફરિયાદો વધી ગઇ છે. જેમાં સમયસર યુનિટનું પઝેશન અપાયુ ના હોય, વ્યાજ સહિત રિફંડ અથવા મોડું પઝેશન, બાનાખત અથવા દસ્તાવેજ ના કરી આપે, પઝેશન બાદ યુનિટમાં ખામી હોય, સોસાયટીમાં કરેલી જાહેરાત મુજબ કોમન સુવિધા ન હોય અને સુવિધા ખામી યુક્ત હોય, પ્રોજેક્ટ લોન પૂરી કરી બેંક NOC આપી ના હોવા સહિતની છેલ્લા એક વર્ષમાં કુલ 570 ફરિયાદો આવી છે. ફરિયાદ સંદર્ભે રેરા દ્વારા સમાધાન અથવા ન્યાયિક પ્ર્રક્રિયા કરાય છે.

Back to top button