ગુજરાતટ્રેન્ડિંગયુટિલીટી

ગુજરાતઃ પોલીસકર્મીઓને વળતરનો કેસઃ આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ

ગાંધીનગર, 25 મે: પોલીસકર્મીઓ જો ચાલુ ફરજ પર મૃત્યુ પામે છે તો બેંકો અકસ્માત વીમાની ખુબજ મોટી રકમ આપી રહી છે. દેશમાં સૌથી વધુ શાખા ધરાવતી SBIએ પણ અકસ્માત વીમાની પોલીસ સેલેરી પેકેજ કલેમ (PSP) હેઠળ અકસ્માત વીમાની રકમમાં વધારો કર્યો છે. જેથી જો કોઈ પણ પોલીસકર્મી ચાલુ ફરજે અકસ્માતમાં મૃત્યુ પામે છે તો પહેલા SBI 20 લાખ સુધીનું વિમા કવચ આપતી હતી, પરંતુ અન્ય બેંકોની સાથે ટકી રહેવા હવે SBI દ્વારા પણ 1 કરોડ સુધીનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.

ASIના પરિવારને વિકાસ સહાયના હસ્તે 1 કરોડનો ચેક અપાયો

મહિનાઓ પહેલા અમદાવાદના છેવાડે આવેલા કણભા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરની કારની ટક્કરથી મૃત્યુ પામેલા ASI બળદેવભાઈ એમ. નિનામાના પરિવારને ગાંધીનગર DGP Office ખાતે DGPના હસ્તે 1 કરોડ રુપિાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. ચાલુ ફરજે મૃત્યુ પામનારા પોલીસ કર્મચારીને 1 કરોડ જેટલી મોટી રકમ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ આપી છે. આ પ્રસંગે SBI ના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

મૃતક ASIનું ત્રણ દસકથી SBIમાં હતું સેલેરી એકાઉન્ટ

મૃતક બળદેવભાઈ એમ. નિનામા વર્ષ 1992થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ ACB માં ફરજ બજાવી ચૂકેલા બળદેવભાઈ નિનામા અકસ્માત સમયે કણભા પોલીસ સ્ટેશનમાં ASI ના હોદ્દા પર હતા. દારૂ ભરેલી કારને રોકવા જતા બળદેવભાઈનું મૃત્યુ થયું હતું અને અન્ય પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૃતક બળદેવભાઈ ત્રણ દસકથી SBI માં સેલેરી એકાઉન્ટ ધરાવતા હતા. ચાલુ ફરજે બી.એમ. નિનામા મૃત્યુ પામ્યા હોવાથી તેમના પરિવારને State Bank of India એ અકસ્માત વીમાના વળતર પેટે 1 કરોડ રૂપિયાનું વળતર અપાયું છે.

PSP અપડેટ નહીં હોય તો વળતરની રકમ અટકી શકે છે…

જો તમે બેંકમાં તમારું PSP અપડેટ નહીં કર્યું હોય તો ના બનવાનો બનાવ બની ગયા પછી તમારા પરિવારને વળતર પેટે મળતી રકમ અટકી શકે છે. જો તમારા બેંક એકાઉન્ટનું PSP અપડેટ કરેલું નહીં હોય તો તમારો પરિવાર વીમા વળતર મેળવી શકશે નહીં. તેથી શક્ય તેટલી વહેલી તકે જે તે તમારી બેંકમાં જઈને તમારા એકાઉન્ટનું PSP અપડેટ જરુરથી કરાવી લેવું જોઈએ.

SBIએ થોડાક મહિનાઓ પૂર્વે જ PSPમાં કર્યો છે વધારો

AXIS Bank ની સરખામણીએ SBI માં વ્યક્તિગત અકસ્માત વળતરની રકમ પાંચ ગણી ઓછી મળતી હોવાથી સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓએ ખાતા બંધ કરાવી દીધા હતા. ભારત દેશમાં સૌથી વધુ 22,400 જેટલી શાખા ધરાવતી SBI ને મહિનાઓ બાદ ભૂલ સમજાતા તે સુધરી લેવામાં આવી હતી. થોડાક મહિનાઓ પૂર્વે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ Police Salary Package (PSP) માં 1 કરોડના વ્યક્તિગત અકસ્માત વીમાનો સમાવેશ કર્યો છે.

આ પણ વાંચો:જૂનમાં બેંકોને મિનિ વેકેશન: આવતા મહિને બેંકો 10 દિવસ માટે બંધ રહેશે

Back to top button