ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ઠંડીનું જોર વધ્યું, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો

Text To Speech
  • 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે શહેરીજનોએ ઠંડીનો અહેસાસ કર્યો
  • શહેરોના તાપમાનમાં પણ નોંધપાત્ર 2.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો
  • રાત્રિના સમયે ઠંડીનું જોર રહેતા ઠંડીના પારામાં પોણા ત્રણ ડિગ્રીનો વધારો

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ છે. તેમજ વિવિધ શહેરોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઘણાં સમય બાદ રાત્રિના સમયે ઠંડીનું જોર રહેતા ઠંડીના પારામાં પોણા ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ દિવસ દરમિયાન 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે શહેરીજનોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

શહેરોના તાપમાનમાં પણ નોંધપાત્ર 2.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો

શહેરોના તાપમાનમાં પણ નોંધપાત્ર 2.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. થોડા દિવસથી રાત્રિના સમયે ઠંડીનું જોર વધતું જોવા મળ્યું છે. છેલ્લા ચોવિસ કલાકમાં સ્થિતિ બદલાઈ છે. જેમાં રાત્રિના સમયે ઠંડીનું જોર એકદમ જ ઘટી ગયું હતું. જેના કારણે શહેરનું લઘુતમ તાપમાન પાછલા 24 કલાકમાં સડસડાટ 2.8 ડિગ્રી ઉંચકાઈને 19.2 ડિગ્રીને આંબી ગયું હતું. છેલ્લે લઘુતમ તાપમાન 19.2 ડિગ્રી રહ્યા બાદ પ્રથમ વખત ઠંડીનો પારો 19 ડિગ્રીની ઉપર પહોંચ્યો છે.

રાજ્યમાં દિવસે ઠંડીનું પ્રમાણ અનુભવાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો

સવારે 12 કિ.મી. બાદ બપોરે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિકલાકે પહોંચી જતાં શહેરીજનોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ઠંડીના પગલે મહત્તમ તાપમાન પણ ઓછુ થયુ છે. તેમજ સમગ્ર રાજ્યમાં દિવસે ઠંડીનું પ્રમાણ અનુભવાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો: કચ્છમાં SOGએ હાઈવે પરથી રૂ.1.47 કરોડનું કોકેઈન ઝડપ્યું

Back to top button