ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: શિયાળામાં પહેલીવાર કોલ્ડવેવની આગાહી, પતંગ માટે જાણો કેવું રહેશે હવામાન

Text To Speech
  • પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ 22-27 કિમી પ્રતિ કલાકની રહેશે
  • દ.ગુજરાતના જિલ્લાઓમાં પતંગ માટે અનુકુળ હવામાન રહેશે
  • પતંગ ઉડાવવાનો લોકો સારી રીતે આનંદ માણી શકશે

ગુજરાત રાજ્યના શિયાળામાં પહેલીવાર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં કંડલામા 10 ડિગ્રી અને ડિસામાં 12 ડિગ્રી તાપમાન છે. ત્યારે રાજ્યમાં આજે ઉત્તરાયણની ઉજવણી થઇ રહી છે. જેમાં 10-15 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. 5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. તેમજ કેશોદમાં 15 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે.

દ.ગુજરાતના જિલ્લાઓમાં પતંગ માટે અનુકુળ હવામાન રહેશે

દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને એક જ ચિંતા સતાવી રહી છે કેવો રહેશે પવન ? આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યભરમાં પવનની ગતિ 15-25 કિમી પ્રતિ કલાક રહેશે, લોકો પૂરતી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી શકશે. તેમજ દ.ગુજરાતના જિલ્લાઓમાં પતંગ માટે અનુકુળ હવામાન રહેશે. જેમાં પણ કેટલાંક વિસ્તારોમાં પવનની ગતિ 12-15 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જેના કારણે પતંગ ઉડાવવાનો લોકો સારી રીતે આનંદ માણી શકશે. તેમજ દિવસ દરમિયાન પવનની દિશા અનુકૂળ રહેશે. જેમાં રાજપીપળા, છોટાઉદેપુર નર્મદામાં આખો દિવસ પવન અનુકુળ રહેશે.

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ 22-27 કિમી પ્રતિ કલાકની રહેશે

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 20-25 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે. જેમાં કચ્છમાં બપોર સુધી પવન પતંગ માટે અનુકુળ નહીં રહે. જેથી પતંગ રસિકો નિરાશ રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બપોરે 1 વાગ્યા સુધી પતંગ માટે હવામાન અનુકુળ નહીં રહે. પરંતુ બપોરે 3 વાગ્યાથી પવન સ્થિર રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 22-27 કિમી પ્રતિ કલાકની રહેશે.

Back to top button