ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું, 10 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન

Text To Speech
  • મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર ફેલાઈ
  • અમદાવાદમાં 13.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો
  • રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન

ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીમાં વધારો થયો છે. ત્યારે નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 દિવસ ગુજરાતના તાપમાનમાં વધારે ફેરફારની સંભાવના નહીંવત્ છે.

અમદાવાદમાં 13.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો

અમદાવાદમાં 13.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દિવસે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર ફેલાઈ

કચ્છ વિસ્તારમાં આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં હાડ થીજાવતી કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સતત ફૂંકાઈ રહેલા ઠંડા પવનને કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર ફેલાઈ છે.

રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન

નજીકમાં આવેલ રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન થયુ છે. તેમજ ચોતરફ બરફની ચાદર ફેલાઈ જતાં રમણીય દૃશ્યો જોવા મળી રહ્યા છે. જેને માણવા કડકડતી ઠંડીમાં પણ ગુજરાત તેમજ રાજસ્થાન પંથકના સહેલાણીઓ મોટી સંખ્યામાં માઉન્ટ આબુ આવી રહ્યાં છે.

Back to top button