

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત સત્તામાં આવ્યા બાદ સતત જનતાની સાથે સીધો સંવાદનો કાર્યક્રમ યોજી રહ્યા છે. આ વચ્ચે હવે નવા ટેક્નોલોજીના યુગમાં પહેલી વખત મુખ્યમંત્રી કાર્યાલય સીધા વોટ્સએપના માધ્યથી લોકોની સાથે જોડાવા જઇ રહ્યા છે. જેમાં લોકો સીધી ફરિયાદ પણ કરી શકશે અને પોતાની રજુઆત કરી શકશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પહેલી જ વખત જનતાની સાથે સીધો સંવાદ કરવા માટે અને લોકોની તકલીફનું સમયસર નિરાકરણ કરવા માટે આ પહેલ શરૂ કરી છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ થઈ શકશે.
આ સાથે જ સામાન્ય જનતા કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ માટે નંબરનો ઉપયોગ કરી શકાશે. તથા કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. તેમાં 703 093 0344 નંબર પર વોટ્સ એપથી જોડાઈ શકાશે.
આ પણ વાંચો : ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને મળશે આ નવી સુવિધા