ગુજરાત સીએમ શપથ સમારોહ LIVE : ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા, દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પાર્ટીએ રાજ્યમાં 156 બેઠકો જીતી. ગુજરાતમાં કોઈપણ પક્ષનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપની આ જીત બાદ સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ભાજપે ચૂંટણી પહેલા જ સીએમ ચહેરા તરીકે તેમના નામની જાહેરાત કરી દીધી હતી.
ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ બીજી વખત ભૂપેન્દ્ર પટેલની તાજપોશી થઈ હતી. ભુપેન્દ્ર પટેલે સોમવારે સીએમ તરીકે શપથ લીધા હતા, આ પહેલા ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં છેલ્લી ટર્મ માટે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત 16 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે પૂરો પ્રયાસ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો તેમના શપથ ગ્રહણમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ મંત્રીઓએ શપથ લીધા
કેબિનેટ મંત્રી
1- કનુભાઈ દેસાઈ
2- ઋષીકેશ પટેલ
3- રાઘવજી પટેલ
4- બળવંતસિંહ રાજપૂત
5- કુંવરજી બાવળિયા
6- મૂળુભાઈ બેરા
7- ભાનુબેન બાબરીયાથ
8- કુબેર ડીડોર.
રાજ્ય મંત્રી
9- હર્ષ સંઘવી
10- જગદીશ વિશ્વકર્મા
11- મુકેશ પટેલ
12- પુરુષોત્તમ સોલંકી
13- બચુ ભાઈ ખાબડ
14- પ્રફુલ્લ પાનસેરિયા
15- ભીખુસિંહ પરમાર
16- કુંવરજી હળપતિ
BJP's Bhupendra Patel takes oath as the Chief Minister of Gujarat for the second consecutive time. pic.twitter.com/TcWIq5HcYc
— ANI (@ANI) December 12, 2022
BJP leaders Harsh Sanghavi and Jagdish Vishwakarma take oath as ministers in the Gujarat cabinet. pic.twitter.com/IYzM8sHPWy
— ANI (@ANI) December 12, 2022
શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, યોગી, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, સ્મૃતિ ઈરાની, દુષ્યંત ચૌટાલા, મહેન્દ્ર પાંડે, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, રઘુવર દાસ, જી કિશન રેડ્ડી, મનોહર લાલ, રાજનાથ સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર રહ્યા છે.
Bhupendra Patel to take oath as Gujarat CM today
Read @ANI Story | https://t.co/NgiP7AUL6X#BhupendraPatel #Gujarat #ChiefMinister #PMModi #BJP pic.twitter.com/HHT9gJ4W3W
— ANI Digital (@ani_digital) December 12, 2022
ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે
ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શપથ ગ્રહણમાં હાજરી આપવા પહોંચશે. આ સાથે જે.પી.નડ્ડા, યોગી આદિત્યનાથ, એકનાથશિંદે, દેવેન્દ્ર ફડણવી, શિવારજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે.
અમિત શાહ સ્ટેજ પર પહોંચ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંચ પર પહોંચ્યા છે. હવેથી થોડીવારમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
UP CM Yogi Adityanath, MP CM SS Chouhan, Karnataka CM B.Bommai, Assam CM HB Sarma, Uttarakhand CM PS Dhami and Tripura CM Manik Saha take part in the oath-taking ceremony of Gujarat CM designate Bhupendra Patel in Gandhinagar pic.twitter.com/dlvxv8exps
— ANI (@ANI) December 12, 2022
મંચ પર સીએમ યોગીથી લઈને રાજનાથ સિંહ સહિત ઘણા મોટા નેતાઓ હાજર
શપથ ગ્રહણ સમારોહ હવેથી થોડીવારમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા સીએમ યોગી, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, સ્મૃતિ ઈરાની, દુષ્યંત ચૌટાલા, મહેન્દ્ર પાંડે, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, રઘુવર દાસ, જી કિશન રેડ્ડી, મનોહર લાલ, રાજનાથ સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર છે.
Maharashtra CM Eknath Shinde, Deputy CM Devendra Fadnavis and Union Minister Smriti Irani arrive at Ahmedabad airport to attend the swearing-in ceremony of Gujarat CM-designate Bhupendra Patel pic.twitter.com/q1Qv5cFo4E
— ANI (@ANI) December 12, 2022
આ 17 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવાનો નિર્ણય
નવા કેબિનેટના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામોની માહિતી ધારાસભ્યોને આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફોન પર આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં આ 17 ધારાસભ્યોનો સમાવેશ નિશ્ચિત છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુભાઈ બેરા, રાઘવજી પટેલ, પુરુષોત્તમભાઈ સોલંકી, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, કુબેરભાઈ ડીંડોર, બચ્ચુ ખેર, જગદીશ પંચાલ, મુકેશભાઈ પટેલ, બી. પરમાર, પ્રફુલ પાનસેરીયા, કુંવરજી હળપતિ.
ગુજરાત: સુશાસનનો વિજય – અશ્વિની વૈષ્ણવ
ગુજરાતમાં ભાજપની જીત વિશે વાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રાજ્યમાં મળેલી જીત સુશાસનની જીત છે. ગુજરાતની જનતાએ શોર્ટ કટની રાજનીતિને હરાવીને સુશાસનની રાજનીતિ પર મહોર મારી છે.
#WATCH | Prime Minister Narendra Modi has a clear vision that the country should not go towards shortcut politics but good governance. PM has prepared a digital structure to make sure that good governance reaches every person in the country: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/FSgR4cG08S
— ANI (@ANI) December 12, 2022
સીએમ યોગી અમદાવાદ પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.
જેપી નડ્ડા ગાંધીનગર પહોંચ્યા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહ માટે ગાંધીનગર પહોંચ્યા હતા.
BJP national president JP Nadda arrives in Gandhinagar to attend the swearing-in ceremony of Gujarat CM-designate Bhupendra Patel. pic.twitter.com/v9tsE4G6el
— ANI (@ANI) December 12, 2022
આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સાથે 15 થી 18 મંત્રીઓ શપથ લઈ શકે છે. તેમની વચ્ચે ઘણા એવા નામ છે જેઓ પ્રથમ વખત મંત્રી બનશે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ પહેલા ભાજપની મોટી બેઠક યોજાવાની છે. ગાંધીનગરની લીલા હોટલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. ગુજરાતમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે રવિવારે રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ જીત માટે જનતાનો આભાર માનતા જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો પર રેકોર્ડ જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી છે.
Gandhinagar | BJP leader Bhupendra Patel will take oath as the CM of Gujarat for a second consecutive time today, in the presence of PM Modi and CMs of BJP-led states pic.twitter.com/cj1CIKKkat
— ANI (@ANI) December 12, 2022
ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની સાથે રાજીનામું આપ્યું હતું
રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ સાફ કરવા ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું હતું. શનિવારે તેઓ બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા હતા. તેઓ રાજ્યપાલને મળ્યા અને આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પર તેમના પ્રતિસ્પર્ધીને 1.92 લાખ મતોથી હરાવ્યા છે.
અમદાવાદમાં PM મોદીનો રોડ શો
ગુજરાતના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. પીએમ મોદીને જોવા માટે મોડી રાત સુધી લોકોની ભીડ ઉમટતી જોવા મળી હતી. પીએમ મોદીનો મોડી રાતનો શો ઘણો હિટ સાબિત થયો હતો. તે જ સમયે, આ દરમિયાન પીએમ મોદીએ રસ્તાઓ પર ઉભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને તેમનો આભાર માન્યો.
આ પણ વાંચો : કેટલી છે ભુપેન્દ્રભાઈની કુલ સંપત્તિ, ગુજરાતના CMને દર મહિને કેટલું વેતને મળે છે?