ગુજરાતટોપ ન્યૂઝ

રોડ રસ્તા મામલે મુખ્યમંત્રી એક્શનમાં : કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ આપી

Text To Speech

રાજ્ય સરકારની ખરાબ રસ્તા મામલે ભારે ટીકા થઈ રહી હોવાના કારણે આખરે મુખ્યમંત્રી દ્વારા જાતે જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં ચોમાસાની સ્થિતિને કારણે અસર પામેલ રસ્તાઓની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ સહિત 8 કોર્પોરેશનના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. 50 કરોડની ફાળવણી

આ સાથે જ અસરગ્રસ્ત રસ્તાઓના રિસર્ફેસિંગ, રિપેરિંગ અને નવાં કામો સત્વરે હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરી હતી.સપ્ટેમ્બરની શરૂઆતથી કામગીરી શરૂ કરવા આદેશ પારિત કરવામાં આવ્યો છે. આ કામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઑને ડેડલાઇન પણ જાહેર કરી છે.

ગુજરાતમાં રોડ-રસ્તાની હાલત મામલે CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં સપ્ટેમ્બરની શરૂઆતથી રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે. જેમાં મુખ્યમંત્રીએ નવરાત્રી સુધીમાં તમામ રસ્તાઓની કામગીરી પૂરી કરો તેમ જણાવ્યું છે.

વરસાદ બાદ રસ્તા પર ખાડાની સમસ્યા દુર કરવા માટે તંત્રએ કામ ચલાવ ઉપાયો કર્યા હતા. જેના પરિણામે હાલ ઠેર ઠેર રસ્તા પર ધૂળ ઉડવાની સમસ્યા જોવા મળી રહી છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત શહેરમાં ધૂળ ઉડવાની સમસ્યા જોવા મળી છે. આ ધૂળ ઉડવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે ધૂળને કારણે લોકો સ્વાસ્થને પણ નુકસાન થવાનો ભય છે.

Back to top button