ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના CM “દાદા” એ અમદાવાદના પોલીસ અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યુ

Text To Speech

આજે મુખ્યમંત્રીની સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાતે અમદાવાદ શહેર પોલીસ તંત્રના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે શહેરમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિક-મજદૂરોને કોઇ ખોટી પરેશાની કે રંજાડ ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઊભી કરવાનું પ્રેરક સૂચન કર્યુ છે.

Gujarat Police

આ પણ વાંચો: ગુજરાત: “દાદા” સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી વધી, જાણો કઇ રીતે

અધિકારીઓની ‘ટિમ અમદાવાદ પોલીસ’ને પ્રેરક માર્ગદર્શન આપ્યુ

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનર, સંયુકત પોલીસ કમિશનર તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે મુખ્યમંત્રીએ અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓની ‘ટિમ અમદાવાદ પોલીસ’ને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું.

Gujarat Police

આ પણ વાંચો: ગુજરાત: સપ્તાહમાં બાકી રહેલા MLAની શપથવિધિ થશે, વિધાનસભાના અધ્યક્ષપદે આ નેતા નક્કી થયા

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની કામગીરીની માહિતી આપી

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદમાં હાલ યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાતના સમયે મદદ માટેની હેલ્પડેસ્ક સહિતની સુરક્ષા-સલામતિ વ્યવસ્થાઓની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. તેમજ સૌ પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાનો પરિચય અને કાર્યક્ષેત્રની વિગતોથી માહિતગાર કર્યા હતા.

Back to top button